રીવોલ્વરની અણીએ રૂ.80લાખની લૂંટમાં વિસનગર-બહુચરાજીના યુવક ઝડપાયા

પાલનપુરઃ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિ ગામની સીમમાં તાજેતરમાં રૂ.80 લાખની લૂંટ થઇ હતી. જેની તપાસમાં જીલ્લાની એલ.સીબી પોલીસની ટીમે બે રિવોલ્વર સાથે બે આરોપી ઝડપી લીધા છે.

પાલનપુરઃ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિ ગામની સીમમાં તાજેતરમાં રૂ.80 લાખની લૂંટ થઇ હતી. જેની તપાસમાં જીલ્લાની એલ.સીબી પોલીસની ટીમે બે રિવોલ્વર સાથે બે આરોપી ઝડપી લીધા છે.

  • News18
  • Last Updated :
  • Share this:
પાલનપુરઃ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રવિ ગામની સીમમાં તાજેતરમાં રૂ.80 લાખની લૂંટ થઇ હતી. જેની તપાસમાં જીલ્લાની એલ.સીબી પોલીસની ટીમે બે રિવોલ્વર સાથે બે આરોપી ઝડપી લીધા છે.

વિસનગરના પંકજભાઈ શંકરલાલ પટેલ (રહે.વસ્તુ બંગલો) તેમજ બેચરાજીના  સુખદેવસિંગ ઝલમસિંગ ઝાલા (રહે. ફેચડી, જીલ્લો -મહેસાણા) ના છે. 80 લાખની લુંટમાં મહેસાણા જીલ્લાના 2 આરોપીઓની અટકાયત કરાઈ છે. આ બંને આરોપીઓ સહીત અન્ય 2 સાગરીતો દ્વારા ધાનેરા તાલુકાના રવિ ગામ ની સીમમાંથી બંદુકની અણીએ રૂપિયા 80 લાખની લુંટ કરી હતી.

tamco

ધાનેરા તાલુકાના બાપલા બનાસ બેંકના કર્મચારીઓ ધાનેરાથી પૈસા લઇ બાપલા જઈ રહ્યા હતા તે સમયે રવિ ગામની સીમમાં આ બંને ઈસમોએ  ઇસમો અર્ટીગા ગાડીમાં  આવીને  કર્મચારીઓને તમંચો બતાવી મૂઠ માર મારી રૂપિયા 80 લાખ ની લુંટ કરી ફરાર થઇ ગયા હતા.

તે બાબતે ધાનેરા પોલીસ મથકે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ધાનેરા પોલીસ સહીત જીલ્લાની પોલીસ આ આરોપીઓને પકડવાના કામે લાગી ગઈ હતી.  બનાસકાંઠા જીલ્લાની એલ.સી.બી પોલીસ ની ટીમે મોડી રાત્રે લુંટ ચલાવી ફરાર થઇ જનાર બે આરોપીને પાલનપુર શહેર માંથી ઝડપી પડ્યા હતા અને આ આરોપી ની તલાશી  લેતા આરોપીઓ પાસેથી બે રિવોલ્વર મળી આવી હતી.

અને ત્રણ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા અત્યારે બનાસકાંઠા જીલ્લાની એલ.સી.બી પોલીસે બે રિવોલ્વર ત્રણ લાખ રોકડા સહીત બે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. જો કે હજુ  જીલ્લા ની એલ.સી.બી ટીમ દ્વારા 3 લાખ ના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપી પાડ્યા છે પરંતુ આ લુંટ માં અન્ય કેટલાક આરોપી હજુ પોલીસ પકડ ની બહાર છે તેને પકડવા માટે જીલ્લા ની પોલીસે કમર કસી છે.
First published: