દેવાસ : મધ્ય પ્રદેશના (madhya pradesh)દેવાસમાં એક પરિવાર હજુ પૂરી રીતે નવી દૂલ્હનનું સ્વાગત પણ કરી શક્યો ન હતો તે દરમિયાન તેની જિંદગી વેરાન બની ગઈ છે. લગ્નના 2 દિવસ પછી જ પતિએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા (suicide)કરી લીધી હતી. તેની લાશ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળી હતી. આત્મહત્યાનું (suicide news)કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે લાશને કબજામાં લઇ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને પત્નીને જણાવ્યું કે જતા પહેલા તે તેને રૂમમાં બંધ કરીને ગયા હતા.
પોલીસના મતે વિજયગંજ મંડી સ્ટેશનમાં આવતા ગામ બરખેડીમાં રહેતા વિજય કુમાવતના લગ્ન 2 દિવસ પહેલા રિંગનોદમાં રહેતી મંજૂ સાથે થયા હતા. બે દિવસ પછી વિજયે આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા હતા. વરરાજાએ દૂલ્હનને રૂમમાં બંધ કરી દીધી હતી અને પ્રથમ માળ પર ચાલ્યો ગયો હતો. ઘણા સમય સુધી વિજય પરત ફર્યો ન હતો. દૂલ્હને પોતાની સાસુને બોલાવ્યા હતા. બંને વિજયને શોધવા ઉપરના રૂમમાં પહોંચ્યા તો તેમના હોશ ઉડી ગયા હતા. વિજય ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ તેને નીચે ઉતારી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બતાવવામાં આવી રહ્યું છે કે 28 નવેમ્બરે લગ્ન અને 29 નવેમ્બરે રિસેપ્શન હતું. મંજૂને પ્રથમ વખત સાસરિયામાંથી પિયર લઈ જવા માટે તેના પરિવારજનો આવવાના હતા. જોકે વિજયે આત્મઘાતી પગલું ભર્યું હતું. ડીએસપી કરણ શર્માએ જણાવ્યું કે વિજયગંજ મંડીના બરખેડીમાં રહેતા વિજય કુમાવતે આત્મહત્યા કરી લીધી છે. આ વિશે વધારે તપાસ કરી રહ્યા છીએ. તથ્ય એ પણ સામે આવ્યા છે કે 2 દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા. તે પછી તેણે આવું પગલું કેમ ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. તે માનસિક રોગી હોવાની વાત બતાવવામાં આવી રહી છે.
ડીએસપીએ વધુમાં કહ્યું હતું કે હજુ પરિવારજનોના નિવેદન સામે આવ્યા નથી. જેવા નિવેદન આવશે અને તથ્ય સામે આવશે તે બતાવીશું. તેની પત્ની સાથે પણ વધારે વાતચીત થઇ નથી. તેણે ફક્ત એટલું કહ્યું છે કે તેને બંધ કરીને ચાલ્યા ગયા હતા. આ પછી ઘટના બની છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર