ગોધરાઃઆચાર્ય વિદ્યાર્થીનીઓને ઓફિસ બતાવવાના બહાને કરતો અડપલાં

ગોધરાઃ ગોધરાની એક શાળાના આચાર્ય દ્વારા 2 વિદ્યાર્થીનીઓ સાથે અસભ્ય વર્તન કરવા અંગે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોધાવા પામી છે.

ગોધરાઃ ગોધરાની એક શાળાના આચાર્ય દ્વારા 2 વિદ્યાર્થીનીઓ સાથે અસભ્ય વર્તન કરવા અંગે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોધાવા પામી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
ગોધરાઃ ગોધરાની એક શાળાના આચાર્ય દ્વારા 2 વિદ્યાર્થીનીઓ સાથે અસભ્ય વર્તન કરવા અંગે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોધાવા પામી છે.
ગોધરા શહેરમાં દલુંની વાડી વિસ્તારમાં સરકારી કન્યા શાળા તેમજ કેન્દ્રિય વિદ્યાલય એક જ કેમ્પસમાં આવેલ છે. જેમાં સરકારી કન્યા શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ દ્વારા કેન્દ્રિય વિદ્યાલયની બે વિદ્યાર્થીનીઓને પોતાની ઓફીસ બતાવવાનું કહી બંને વિદ્યાર્થીઓને પોતાની ઓફિસમાં લઈ જઈ અસભ્ય વર્તન કરતા બંને વિદ્યાર્થીનીઓ ઓફિસમાંથી ભાગી ગઈ હતી.

અને પોતાની સાથે થયેલ અસભ્ય વર્તન અંગેની ફરિયાદ પોતાની શાળાના આચાર્યને કરતા આચાર્ય દ્વારા સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે અસભ્ય વર્તન તેમજ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોધી આરોપી આચાર્ય જીગ્નેશ પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
First published: