ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ. સાત હજારની લાંચ લેતા ઝડપાયો

ગોધરા# ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને સાત હજારની લાંચ લેતા ગોધરા એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

ગોધરા# ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને સાત હજારની લાંચ લેતા ગોધરા એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

  • News18
  • Last Updated :
  • Share this:
ગોધરા# ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને સાત હજારની લાંચ લેતા ગોધરા એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

gdh2

ગોધરાના પરવડી ગામે ફરીયાદી જગતસિંહ બારિયાને અટકાયતી કામના પગલા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા, જેમાં સાત વ્યક્તિને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી ફરીયાદીની ભત્રીજી તથા ભત્રીજાના નામ કમી કરવા માટે અનાર્મ કોન્સ્ટેબલ ગણપત બારિયા દ્વારા રૂ. દસ હજારની માંગણી કરવામાં આવી હતી. જેમાં સાત હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.

કોન્સ્ટેબલ દ્વારા લાંચની માંગણી કરવા બાબતે ફરીયાદીએ ગોધરા એસીબીને જાણ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવી કોન્સ્ટેબલ ગણપત બારિયાને સાત હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લાંચ રૂશ્વત વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
First published: