Home /News /crime /

પાક. મહિલા મારિઆએ કરેલી અરજીનો મામલોઃ HCએ વિદેશ વિભાગ અને રાજ્ય સરકાર ફટકારી નોટિસ

પાક. મહિલા મારિઆએ કરેલી અરજીનો મામલોઃ HCએ વિદેશ વિભાગ અને રાજ્ય સરકાર ફટકારી નોટિસ

અમદાવાદ# ગોધરાકાંડ કેસના દોષિત ઈરફાન પાડાની પત્ની અને પાકિસ્તાનની નાગરિક મારિઆએ હાઈકોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ, હાઈકોર્ટે વિદેશ વિભાગ, રાજ્ય સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી સાત જાન્યુઆરીએ હાથ ધરશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ# ગોધરાકાંડ કેસના દોષિત ઈરફાન પાડાની પત્ની અને પાકિસ્તાનની નાગરિક મારિઆએ હાઈકોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ, હાઈકોર્ટે વિદેશ વિભાગ, રાજ્ય સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી સાત જાન્યુઆરીએ હાથ ધરશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં મારિઆના વકીલની રજૂઆત હતી કે, તેના લગ્ન ભારતીય નાગરિક ઈરફાન પાડા સાથે થયેલા છે, તેની ચાર સપ્તાહની દિકરી ભારતીય નાગરિક છે અને તે પાકિસ્તાનની નાગરિક છે. તેને ભારતમાં રહેવા માટેની મંજૂરી આપો અને લોગ ટર્મ વિઝા લંબાવવામાં આવે. તેની દિકરી ભારતીય હોવાથી તેને પાકિસ્તાન સરકાર તેને વિઝા આપતી નથી, જ્યારે બીજી તરફ, ભારત સરકાર મારિઆને નિયમાનુસાર પાકિસ્તાન પરત મોકલવા માગે છે.

આ અંગે, ભારત સરકારે મારિઆને નિર્દેશ આપેલા છે કે, આઠ જાન્યુઆરી સુધીમાં ભારત છોડી પાકિસ્તાન જતી રહે. મહત્વનું છે કે, નવેમ્બરમાં મારિઆનો લોંગ ટર્મ વિઝાનો સમય પૂર્ણ થયો હતો. જો કે, તેણી ગર્ભવતી હોવાથી, ભૂતકાળમાં હાઈકોર્ટે તેને વચગાળાની રાહત આપી હતી કે, બાળકના જન્મ સુધી મારિઆ ગોધરામાં રહી શકે છે.

આ પછી, પોલીસ તેણીને પાકિસ્તાન પરત મોકલવાની કામગીરી હાથ ધરી શકે છે. મારિયાને ત્યાં દિકરીનો જન્મ થયો છે અને હવે કાયદા મુજબ પોલીસ તેને પાકિસ્તાન પરત મોકલવાની કાર્યવાહી કરી રહી છે.
First published:

Tags: અરજી`, આરોપી`, ગોધરાકાંડ, નોટિસ, પત્ની, પાકિસ્તાની, ફટકારી`, મહિલા, રાજ્ય સરકાર, વિદેશ, વિભાગ, હાઇકોર્ટે

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन