Home /News /crime /વેપારી પાસેથી પાંચ લાખ ભરેલ થેલો આંચકી ભાગવા જતા ઝડપાયો

વેપારી પાસેથી પાંચ લાખ ભરેલ થેલો આંચકી ભાગવા જતા ઝડપાયો

ગોધરાઃ ગોધરામાં ધોળે દિવસે પાંચ લાખની લૂંટ કરી આ યુવક ભાગવા જતો હતો. જો કે તેનો મનસુબો સફળ થાય તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. ગોધરાના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બી એન ચેમ્બરમાં સ્થાનિકોની સતર્કતા ના કારણે લુટનો બનાવ નિષ્ફળ બનવા પામ્યો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
    ગોધરાઃ ગોધરામાં ધોળે દિવસે પાંચ લાખની લૂંટ કરી આ યુવક ભાગવા જતો હતો. જો કે તેનો મનસુબો સફળ થાય તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. ગોધરાના  નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બી એન ચેમ્બરમાં સ્થાનિકોની સતર્કતા ના કારણે લુટનો બનાવ નિષ્ફળ બનવા પામ્યો છે.

    બી એન ચેમ્બર્સમાં અનાજ કઠોળની દલાલી કરતા રાજેશ ભાઈ શાહની રાજેશ ટ્રેડીંગ કંપની આવેલી છે. ચાર લૂંટારુઓએ અહીં રાજેશભાઇને ઘેરીને પાંચ લાખની રોકડ લૂંટી હતી. અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બુમરાળ થતાં અહી ટોળુ આવી જતા એક લૂંટારૂ ઝડપાઇ ગયો હતો. જ્યારે ત્રણ જણા ભાગી છુટ્યા હતા.

    ઝડપાયેલ આરોપીની પોલીસે પૂછપરછ કરતા આરોપી ગોધરાના બામરોલી રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં રહે છે  અને પોતાનું  નામ શિવાનંદ ચૌહાણ  ઉર્ફે શિવા જણાવ્યું હતું .પોલીસે આરોપીની અંગ ઝડતી લેતા તેની પાસે થી એક મોબાઈલ ફોન તેમજ મરચાની ભૂકી મળી આવી હતી.

    First published:

    Tags: ક્રાઇમ, ગુજરાત, ગુનો, પોલીસ`, લૂંટ, વેપારી

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો