Home /News /crime /

ગોધરામાં પાંચ લાખની લૂંટનો નિષ્ફળ પ્રયાસ

ગોધરામાં પાંચ લાખની લૂંટનો નિષ્ફળ પ્રયાસ

ગોધરામાં ધોળે દિવસે પાંચ લાખની લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવી લોકો દ્વારા ગઠીયાને ઝડપી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

ગોધરામાં ધોળે દિવસે પાંચ લાખની લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવી લોકો દ્વારા ગઠીયાને ઝડપી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

ગોધરા#ગોધરામાં ધોળે દિવસે પાંચ લાખની લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવી લોકો દ્વારા ગઠીયાને ઝડપી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. સતત ધમધમતા એવા ગોધરાના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બી.એન ચેમ્બરમાં સ્થાનિકોની સતર્કતાના કારણે લૂંટનો બનાવ નિષ્ફળ બનવા પામ્યો હતો.

બી.એન ચેમ્બર્સમાં રાજેશ ટ્રેડીંગ કંપની આવેલી છે. જેના માલિક રાજેશ ભાઈ શાહ પોતાની બેગમાં ધંધાકીય લેવડ દેવડના  રૂપિયા પાંચ લાખ રોકડા લઇ પોતાની ઓફિસે આવ્યાં હતા, જે દરમિયાન અગાઉથી લૂંટને અંજામ આપવા છુપાયેલા ચાર લૂંટારૂઓએ વેપારી રાજેશ ભાઈને ઘેરી લઇ રોકડ રકમ ભરેલો થેલો ઝુટવી લીધો હતો, જેથી રાજેશ ભાઈએ બુમાબુમ કરતા કોમ્પ્લેક્ષના દુકાનદારો દોડી આવ્યાં હતા અને સમય સુચકતા વાપરી લૂંટની રકમ લઇ ફરાર થતા ચાર પૈકી એક લૂંટારૂને ઝડપી પાડ્યો હતો. જયારે અન્ય ત્રણ લૂંટારૂઓ ભાગી જવામાં સફળ થયા હતા. ઝડપાયેલ લૂંટારૂને લોકોએ મેથીપાક ચખાડી ગોધરા એ.ડીવીઝન પોલીસના હવાલે કર્યો હતો.

ઝડપાયેલ આરોપીની પોલીસે પૂછપરછ કરતા આરોપી ગોધરાના બામરોલી રોડ પર આવેલ નંદન વન સોસાયટીનો રહેવાસી છે અને પોતાનું નામ શિવાનંદ ચૌહાણ ઉર્ફે શિવા જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન તેમજ મરચાની ભૂકી મળી આવી હતી. પોલીસે લૂંટનો ગુનો નોંધી લૂંટમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓની તપાસ હાથ ધરી છે.
First published:

Tags: આરોપી`, ગુનો, ગોધરા, તપાસ, નિષ્ફળ, પોલીસ`, પ્રયાસ, લૂંટ, લૂંટારૂ ટોળકી, લોકો, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन