બિહારના ગયામાં એક પ્રેમી જોડાને પ્રેમ કરવાની કિંમત પોતાનો જીવ આપી ચુકાવી પડી છે. અહીં છોકરીના પરિવારજનોએ બીજી જાતીના યુવક સાથે પ્રેમ-પ્રસંગની ખબર પડતા તેમણે બંનેને મોતને ઘાટ ઉતારી દીધા. રીપોર્ટ્સ અનુસાર, આ હત્યામાં છોકરીના પિતા, કાકા અને મામાનો છોકરો સામેલ હતો. પોલીસે ત્રણેની ધરપકડ કરી પુછતાછ શરૂ કરી છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, છોકરીના પરિવારજનોએ પ્રેમી અને પ્રેમિકાની હત્યા કરી તેમના શરીરના નાના-નાના ટુકડા કાપી પેટ્રોલથી સળઘાવી દીધા છે. આ મામલો ગયાના વજીરગંજનો છે. હત્યાની ઘટનાને પૈમાર નદીની પાસે અંજામ આપવામાં આવી છે. પોલીસે તેમની અસ્થિયોના અવશેષને જપ્ત કરી તપાસ શરૂ કરી દીધી છે.
જાણકારી અનુસાર, યુવક મનિયારામાં છોકરીને ટ્યુશન ભણાવતો હતો. આ દરમ્યાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. ત્યારબાદ બંનેએ એક મંદિરમાં લગ્ન કરી લીધા. ત્યારબાદ વજીરગંજમાં એક ભાડાના મકાનમાં બંને રહેતા હતા. આ મુદ્દે છોકરીના પરિવારજનોને ખબર પડી તો તે ગુસ્સે ભરાઈ ગયા. તેમણે પોલીસ પર દબાણ વદારી બંનેની ધરપકડ કરાવી લીધી. ત્યારબાદ યુવકને જેલ મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો તો પોતાની બહેનના ઘર પર રહેતો હતો. આ સમયે 7 ફેબ્રુઆરીએ તે પોતાની બહેનની સાસરીમાંથી આવી રહ્યો હતો.
તે વચ્ચે, તે પોતાની પ્રેમીકાને મળવા માટે મનિયારા પુલ પાસે પહોંચી ગયો. બચાવવામાં આવી રહ્યું છે કે, પાસે રહેલા એક પેટ્રોલ પંપ પર તે પેટ્રોલ પુરાવા ઉભો રહ્યો હતો, જ્યાંથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું. ત્યારબાદ હુબલી નદીના કિનારે એક સુમસામ જગ્યા પર છોકરીને પણ લાવવામાં આવી. પછી બંનેનું ગળુ દબાવી હત્યા કરી, તેમના શરીરના નાના-નાના ટુકડા કરી સળગાવી દેવામાં આવ્યા. પોલીસનું કહેવું છે કે, ધરપકડ કરવામાં આવેલા ત્રણે આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર