સ્પા સૅન્ટરની આડમાં સૅક્સ રૅકૅટ: 19 યુવક યુવતીઓ ઝડપાયા, કૉન્ડોમ મળ્યા

ankit patel
Updated: October 6, 2019, 5:32 PM IST
સ્પા સૅન્ટરની આડમાં સૅક્સ રૅકૅટ: 19 યુવક યુવતીઓ ઝડપાયા, કૉન્ડોમ મળ્યા
પ્રતિકાત્મક તસવીર

પૉલીસે રેડ દરમિયાન આ સ્પા સૅન્ટરોમાંથી 10 યુવક અને 9 યુવતીઓને પકડ્યાહ તા. આ ઉપરાંત એક સ્પા સૅન્ટર સંચાલિકાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બે સ્પા સૅન્ટરના સંચાલકો ફરાર થયા હતા.

  • Last Updated: October 6, 2019, 5:32 PM IST
  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ દિલ્હી (Delhi) પાસે આવેલા ગાઝિયાબાદ (Ghaziabad)માં ગત મોડી રાત્રે ત્રણ સ્પા સૅન્ટરો (Spa Centers) ઉપર પૉલીસ (Police)ત્રાટકી હતી. ગાઝિયાબાદ પૉલીસે દરોડા પાડીને 19 યુવક-યુવતીઓની અટકાયત કરી હતી. નીતિખંડ વિસ્તારમાં સ્પા સૅન્ટરની આડમાં સૅક્સ રૅકેટ (Sex Racket) ચાલતું હોવાની બાતમી મળી હતી. આ ઉપરાંત આ સ્પા સૅન્ટર ગેરકાયદેસર ચાલતું હોવાનું પણ સુત્રો જણાવ્યું હતું. ગાઝિયાબાદ પૉલીસ જ્યારે સ્પા સૅન્ટર પહોંચી ત્યારે અનેક યુવક-યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં મળ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે શનિવારે મોડી રાત્રે બાતમીના આધારી ગાઝિયાબાદ પૉલીસે એક ટીમ બનાવીને આ વિસ્તારમાં ચાલતા સ્પા સૅન્ટર ઉપર સતત દરોડા પાડ્યા હતા. દરોડાને ગુપ્ત રીતે અંજામ આપવામાં આવ્યો હતો. પૉલીસનું કહેવું છે કે, સ્થાનિક લોકોની ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચોઃ-સોનાના સ્મગલિંગ માટે યુવકે અપનાવ્યો જોરદાર કીમિયો, અધિકારીઓ પણ દંગ રહી ગયા

પૉલીસે રેડ દરમિયાન આ સ્પા સૅન્ટરોમાંથી 10 યુવક અને 9 યુવતીઓને પકડ્યાહ તા. આ ઉપરાંત એક સ્પા સૅન્ટર સંચાલિકાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બે સ્પા સૅન્ટરના સંચાલકો ફરાર થયા હતા.

આ પણ વાંચોઃ-Viral Video: યુવકે શૉર્ટ્સ પહેરેલી યુવતીને રોકીને કહ્યું 'તમારી પાસે કપડાં નથી?'

19 યુવક યુવતીઓની ધરપકડ
Loading...

આ સ્પા સૅન્ટરમાં અનેક આપત્તિજનક સામગ્રીઓ મળી આવી હતી. જેમાં નશાની ટૅબલૅટ (tablet), કૉન્ડોમ (Condoms), સિગારેટના (Cigarette)પૅકેટનો સમાવેશ થયા છે. વધુ મળતી માહિતી પ્રમાણે પકડાયેલા યુવક-યુવતીઓ ગાઝિયાબાદની આસપાસના વિસ્તારોમાં રહે છે. પૉલીસે આરોપીઓ સામે પીટા એક્ટ અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે. પૉલીસે જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ ચાલું છે . પૂછપરછમાં અનેક હાઇપ્રૉફાઇલ લોકોના નામ પણ આવી શકે છે.

આ પણ વાંચોઃ-પ્રેમી સાથે પત્નીને સેક્સ માણતા જોઇ ગયો પતિ અને પછી...

સ્પા સૅન્ટરની આડમાં સૅક્સ રૅકેટનો ધંધા
અત્યારે ગાઝિયાબાદ પૉલીસે આ કેસમાં તપાસ આગળ વધારી છે. જેમાં ત્રણે સ્પા સૅન્ટરો પાસેથી કેટલાક દસ્તાવેજો મળ્યા છે જેની તપાસ ચાલી રહી છે. ગાઝિયાબાદ પૉલીસના કહેવા પ્રમાણે મોબાઇલ નંબરથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કોણ કોણ લોકો અહીં નિયમિત રીતે આવતા હતા. પૉલીસે આ ત્રણે સ્પા સૅન્ટરોને સીલ લગાવી દીધું છે. જ્યારે યુવક-યુવતીઓને કૉર્ટમાં રજૂ કરીને જેલ ભેગા કરી દીધા છે.
First published: October 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...