Home /News /crime /Crime News: ગાંજાની તસ્કરીમાં બે યુવતીઓની ધરપકડ, કીમિયો એવો કે કોઇ વિચારી પણ ન શકે
Crime News: ગાંજાની તસ્કરીમાં બે યુવતીઓની ધરપકડ, કીમિયો એવો કે કોઇ વિચારી પણ ન શકે
ગાંજાની સ્મગલિંગ કરતી ગર્લ ગેંગની ધરપકડ
Crime News: પોલીસ પાસેથી પ્રાપ્ત જાણતકારી અનુસાર, 24 જાન્યુઆરીના રોજ બોલેરા વાહન નંબર OR-08-E-2262માં બે યુવક અને બે યુવતીઓ ( Girl Gang Arrested) ઓડિશાથી રાયપુર જઈ રહ્યા હતા. કારમાં લગ્નનું સ્ટીકર પણ લગાવેલું હતું. ગારિયાબંદ પોલીસની (Chhattisgarh Police )સ્પેશ્યલ ટીમ અને ગારિયાબંધ પોલીસ દ્વારા તેમને અટકાવીને પૂછપરછ કરવામાં આવી હતી.
છત્તીસગઢની ગારિયાબંદ પોલીસે ગાંજાની તસ્કરી (Ganja) કરતી આંતર-રાજ્ય ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. જેમાં 2 યુવતીઓ સામેલ હતી. જિલ્લા પોલીસનો દાવો છે કે પહેલીવાર ગાંજા તસ્કરીના (Hemp Smuggling) કેસમાં છોકરીઓની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે પોલીસે તેમને જિલ્લા મુખ્યાલયમાં જ પકડી લીધા હતા. યુવતીઓ કારમાં લગ્નનું સ્ટીકર લગાવીને જઇ રહી હતી. આ આંતરરાજ્ય ગેંગનું નેટવર્ક (Crime News) મધ્યપ્રદેશ, છત્તીસગઢથી લઈને ઓડિશા સુધી ફેલાયેલું છે. ટોળકીના અન્ય સભ્યોને પોલીસ શોધી રહી છે. આશંકા છે કે આ ગેંગમાં ઘણા હાઈપ્રોફાઈલ લોકો પણ સામેલ હોઈ શકે છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત જાણતકારી અનુસાર, 24 જાન્યુઆરીના રોજ બોલેરા વાહન નંબર OR-08-E-2262માં બે યુવક અને બે યુવતીઓ ઓડિશાથી રાયપુર જઈ રહ્યા હતા. કારમાં લગ્નનું સ્ટીકર પણ લગાવેલું હતું. ગારિયાબંદ પોલીસની સ્પેશ્યલ ટીમ અને ગારિયાબંધ પોલીસ દ્વારા તેમને અટકાવીને પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા આરોપીઓએ કહ્યું હતું કે તેઓ લગ્નના કાર્યક્રમમાં જવાના છે. જોકે ગાડીની તપાસ કરતા તેમાંથી 30 કિલો ગાંજો મળી આવ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓ ગાંજો ઓડિશાથી મધ્યપ્રદેશ લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું.
આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તેઓ ઓડિશાથી ગાંજો ખરીદીને લાવી રહ્યા હતા. ગાંજાની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે. પોલીસે ગાંજા સહિત રૂ.10 લાખની કિંમતની કાર, આશરે રૂ.22 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા સામાનની કુલ કિંમત 13 લાખ રૂપિયા છે. પૂછપરછ બાદ આરોપીઓને જ્યુડિશિયલ રિમાન્ડ પર જેલમાં ધકેલી દેવાયા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર