Home /News /crime /દિવાળીમાં બંધ ઘર અને એટીએમને ટાર્ગેટ બનાવતી ગેંગ પકડાઈ, આ રીતે કરતા હતાં લૂંટ

દિવાળીમાં બંધ ઘર અને એટીએમને ટાર્ગેટ બનાવતી ગેંગ પકડાઈ, આ રીતે કરતા હતાં લૂંટ

ફાઇલ ફોટો

દિવાળીની રજાઓમાં બંધ ઘર અને એટીએમને ટાર્ગેટ કરીને લૂંટ કરનારા 5 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. પોલીસને જાણકારી મળતા રીતે પ્લાન બનાવીને લૂંટેરાઓને અડધી રાત્રે લૂંટેરાઓને રંગેહાથ ઝડપ્યા.

    મુંબઈઃ મુંબઈની કસ્તુરબા માર્ગ પોલીસે 'કાલે ગેંગ'નાં 2 ચાલાક અપરાધીઓની ધરપકડ કરી છે, જે દિવાળીની રજાઓમાં બેન્ક ઓફ બરોડાના એટીએમને લૂંટવાની પ્લાનિંગ કરી રહ્યા હતાં. પોલીસ દ્વારા પકડેલાં આરોપીઓ પાસેથી લૂંટ કરવા માટેના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. એટીએમની સાથે આ ગેંગ દિવાળીમાં એવા ઘરોને નિશાન બનાવે છે, જે દિવાળીના તહેવારમાં બંધ હોય છે. પકડવામાં આવેલા બંને આરોપીઓ પર મુંબઈનાં અલગ-અલગ વિસ્તારમાં લૂંટના ડર્ઝનો કેસ કરવામાં આવ્યા હતાં.

    હકીકતમાં, કસ્તુરબા પોલીસને 22 ઓક્ટોબરે જાણકારી મળી હતી કે, અમુક લોકો લૂંટના ઈરાદાથી બોરીવલીની હદમાં આવવાનાં છે. કસ્તુરબા પોલીસે મોકો મળતાં તમામ પ્લાન બનાવીને લૂંટેરાઓને પકડવા તૈયાર હતાં. પોલીસે આખી રાત રાહ જોઈ પણ કોઈ ના દેખાતા તે પરત ફરી રહી હતી. ત્યારે એકાએક પોલીસને એકસાથે 5 લોકો બેન્ક ઓફ બરોડાનાં એટીએમ પાસે જોવા મળ્યા.

    આ પણ વાંચોઃ સુરત: મુંબઇથી 60 લાખનું ડ્રગ્સ લઇને આવી રહેલા 4 ઝડપાયા, તહેવાર ટાળે SOGનું ઓપરેશન

    આ રીતે કરી ધરપકડ


    કસ્તુરબા પોલીસનાં પીઆઈ નિતિન તડાકે અને ડિટેક્શન ટીમના પીઆઈ ઓમ તોતાવારની ટીમે તે લોકોની પુછપરછ કરવાનો પ્રયત્ન કર્યો તો, તેમાંથી અમુક લોકો ભાગવા લાગ્યા. પોલીસને શંકા થઈ કે આ લોકોના લૂંટના ઈરાદાથી જ અહીં આવ્યા હતાં. જ્યારે તે લોકોની તપાસ કરવામાં આવી તો લૂંટનાં ઘણા હથિયાર મળી આવ્યા હતાં.

    આ પણ વાંચોઃ Video Viral: સિંઘુ ભવન રોડ પર યુવાનોએ મચાવ્યો આતંક, ફટાકડા ફોડી લોકોના જીવન સાથે ખીલવાડ

    પોલીસને તપાસમાં જાણ મળી કે, આ ગેંગ બેન્ક ઓફ બરોડાનાં એટીએમ લૂંટવાની તૈયારીમાં હતાં. પરંતુ, સમયસર તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હકીકતમાં આ 5 લોકોની સંખ્યામાં આવ્યા હતા. તેમનો મુખ્ય ટાર્ગેટ દિવાળીમાં બંધ રહેલાં ઘરો હોય છે. પરંતુ તે કામ પાર ના પાડતાં આરોપીઓ દ્વારા એટીએમને ટાર્ગેટ બનાવવામાં આવ્યુ હતું. આ આરોપીઓ પર મુંબઈના તમામ વિસ્તારોમાં ડર્ઝનો કેસ નોંધાયેલા છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Crime case, Crime news, Maharashtra, મુંબઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन