Home /News /crime /

21 લાખની ઉઘરાણીમાં મિત્રએ જ કરાવ્યું સોપારી આપી અપહરણ

21 લાખની ઉઘરાણીમાં મિત્રએ જ કરાવ્યું સોપારી આપી અપહરણ

સુરતઃ ડુમ્મસ ફરવા આવેલા વેપારીનું રૂપિયા 21 લાખની લેતી-દેતી મામલે સોપારી આપી સાળી સાથે અપહણ કરવાનાર સહીત કુલ 5 આરોપીઓની ડુમ્મસ પોલીસે ધરપકડ કરી છે.

સુરતઃ ડુમ્મસ ફરવા આવેલા વેપારીનું રૂપિયા 21 લાખની લેતી-દેતી મામલે સોપારી આપી સાળી સાથે અપહણ કરવાનાર સહીત કુલ 5 આરોપીઓની ડુમ્મસ પોલીસે ધરપકડ કરી છે.

  • Web18
  • Last Updated :
સુરતઃ  ડુમ્મસ ફરવા આવેલા વેપારીનું રૂપિયા 21 લાખની લેતી-દેતી મામલે સોપારી આપી સાળી સાથે અપહણ કરવાનાર સહીત કુલ 5 આરોપીઓની ડુમ્મસ પોલીસે ધરપકડ કરી છે.

અલથાણ કેનાલ રોડ પર શિખા હાઇટ્સમાં રહેતા દિલીપ છોટાલાલ શાહ જમીનદલાલી સાથે ઇલેક્ટ્રોનિક્સ ચીજ-વસ્તુનું વેચાણ પણ કરે છે. ગુરુવારે તેઓ સાળી ડિમ્મપ સાથે પોતાની કારમાં ડુમસ સુલતાનાબાદમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા.

દરમ્યાન રસ્તામાં કુંવાડા ત્રણ રસ્તા પાસે આવેલા મંદીર પાસેથી તેમની કારને ઓવરટેક કરી અન્ય એક કારે આંતરી હતી. કારમાંથી ઉતરેલા ત્રણ યુવકોએ દિલીપ શાહને કારમાં જ મારમાર્યો હતો અને બાદમાં બહાર કાઢી તેમણે કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તુરત જનાકાબંદી કરી હતી જેમાં પોલીસને જોઇ અપરહણકારો કાર લઇ ફરાર તો થઇ ગયા પરંતુ દિલીપ શાહ પાસેથી 2.20 લાખની કિંમતના ઘરેણાં લૂંટી ફરાર થઇ ગયા હતા.

અપહરણકારો સુધી પહોંચવા પોલીસે હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યુ કે દિલીપ ના મિત્ર લાલજી લાઠીયા કે જે સંચા ખાતું ચલાવે છે અને સાથોસાથ જમીનદલાલી પણ કરે છે તેની આની પાછળ ભુમિકા છે. જેથી પોલીસે લાલજીની અટક કરી હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યુ કે પોણા બે વર્ષ પહેલા દિલીપને જમીન ખરીદવા માટે 21 લાખ આપ્યા હતા જે નાણા દિલીપ એ પરત પણ નહીં કર્યા અને જમીન પણ નહીં ખરીદ કરી જેથી લાલજીએ રૂપિયા કઢાવા માટે 1 લાખની સોપારી ટપોરી વિપુલને આપી અને તેના સાથીદારો સાથે વિપુલ એ દિલીપનુ અપહરણ કરાવ્યુ હતુ.

આ કેસમાં સોપારી આપનાર લાલજી લાઠીયા અને સોપારી લેનાર વિપુલ અને તેના સાથિદારો સોનુ સલીમ શેખ, જયેન કારૈયા અને હરિશ મુકેશ વાકરેની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ નો આમ તો કોઇ ગુનાહીત ઇતીહાસ નથી પરંતુ તેઓ નાની મોટી દાદાગીરી અને ટપોરીગીરી કરવામા પ્રખ્યાત છે, કોઇ રિક્ષા ચલાવે છે તો કોઇ રત્નકલાકાર છે તો કોઇ છુટક મજુરી કરે છે.

આ ટપોરીઓની ધીરૂભાઇ ઉર્ફે લાલજી સાથે સ્ટેશન વિસ્તારમાં મુલાકાત થઇ હતી અને ત્યાં દિલીપની સોપારી 1 લાખમાં આપવાનુ નક્કી થયુ હતુ જેના બદલામાં દિલીપ ને જીવતો લાલજી સુધી પહોંચાડવાનો હતો. આ માટો ટપોરીઓએ રૈકી પણ કરી હતી અને કારમાં પિછો કરી અપરહણ કર્યુ હતુ તે કાર પણ પોલીસે કબજે લિધી છે.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુનો, મિત્ર, સુરત

આગામી સમાચાર