Home /News /crime /Friendship Dayના દિવસે જ મિત્રની હત્યા, ઘરની બહાર બોલાવી દોસ્તે યુવકને રહેંશી નાંખ્યો

Friendship Dayના દિવસે જ મિત્રની હત્યા, ઘરની બહાર બોલાવી દોસ્તે યુવકને રહેંશી નાંખ્યો

મૃતક રાકેશની તસવીર

friend murder on friendship day: રાકેશનો દોસ્ત સૂરજ ગત રાત્રે તેને બોલાવીને લઈ ગયો હતો. બંને વચ્ચે ઝઘડો થયો હોવાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ રાકેશની શોધ શરુ કરી હતી. અને તેની લાશ નહેરની બાજુમાં ઝાડીઓમાંથી મળી હતી.

છપરાઃ બિહારના (Bihar news) સારણ જિલ્લામાં ફેંડશીપ ડેના ( friendship day 2021) દિવસે જ દોસ્તે પોતાના દોસ્ત સાથે વિશ્વાસઘાત કરવાની સાથે હત્યા કરવાનો મામલો (friend murder on friendship day) સામે આવ્યો છે. છપરાના એકમામાં ઘરે બોલાવીને મિત્રએ એક યુવકની હત્યા કરી દીધી હતી. એકમા પોલીસ સ્ટેશન (Police station) ઉપર પરસાગઢ ઉત્તરી પંચાયત વોર્ડ 1માં રાકેશ કુમાર નામના યુવકે ચપ્પાથી હુમલો કરીને હત્યા કરી હતી. શનિવારે મોડ રીત્રે રાકેશને તેના કેટલાક મિત્રોએ ઘરેથી બોલાવીને લઈ ગયા હતા. બીજા દિવસે સવારે તેની લાશ નહેરના કિનારે મળી હતી. પરિજનોની ફરિયાદના આધારે પોલીસે ત્રણે લોકોની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછ ચાલું છે.

માનવામાં આવી રહ્યું છે કે રાકેશનો દોસ્ત સૂરજ ગત રાત્રે તેને બોલાવીને લઈ ગયો હતો. બંને વચ્ચે ઝઘડો થયો હોવાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ રાકેશની શોધ શરુ કરી હતી. અને તેની લાશ નહેરની બાજુમાં ઝાડીઓમાંથી મળી હતી.

પરિજનોએ આશંકા વ્યક્ત કરી હતી કે રાકેશના દોસ્તોએ જ તેની હત્યા કરી છે. પોલીસને ત્રણે લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે રિતુ પાંડેના ટોળાએ સુનહરા નહેર નજીક ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

આ પણ વાંચોઃ-સુરતઃ ભાભીની બર્થ ડે પાર્ટીના Live Video શેરમાં યુવકે કર્યા બીભત્સ મેસેજ, યુવતીએ ગજબ રીતે પકડ્યો

જ્યારે રાકેશ કુમાર સાહ મોડી રાત સુધી ઘરે ન આવતાં લોકોએ શોધખોળ શરું કરી હતી. ત્યારે કોઈ ગ્રામિણ દ્વારા જાણવા મળ્યું હતું કે લોહીથી લથપથ રાકેશ કુમાર સાહનાની લાશ સુનહરા નહેર કિનારે પડેલી મળી છે. લાશનો જોઈને ગ્રામિણોના હોશ ઉડી ગયા હતા. અને લોકોમાં મોતનો માતમ છપાયો હતો.
" isDesktop="true" id="1120089" >

ઘટના સ્થળે એકમા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દેવકુમાર તિવારી પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા.લાશને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે છપરા સદર હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસે શકના આધારે ત્રણ લોકોની અટકાયત કરી હતી. અને વધુ તપાસ હાથધરી હતી.
First published:

Tags: Friendship Day, ગુનો, બિહાર, હત્યા