Home /News /crime /ગરીમ લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી છેતરપીડી, બે ઝબ્બે

ગરીમ લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી છેતરપીડી, બે ઝબ્બે

સુરતઃ જમીનોમાં રોકાણ કરાવાની લોભામણી વાતો કરી બોગસ કંપની ખોલ્યા બાદ મસુરી સમાજ સહીત અનેકોને ઠગનાર ચિટરફંડ ટોળકીના મુખ્ય ભેજાબાજ અને તેના સાથીદારની પોલીસે ધરપકડ કરી છે. ઉંચુ વ્યાજ અને મોટુ વળતરની લાલસાએ અમદાવાદની કંપનીમાં રામપુરા વિસ્તાર સહીત સુરતના 100 થી વધુ લોકોએ પોતાના લોહી પસીનાની મુડી રોકી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
    સુરતઃ જમીનોમાં રોકાણ કરાવાની લોભામણી વાતો કરી બોગસ કંપની ખોલ્યા બાદ મસુરી સમાજ સહીત અનેકોને ઠગનાર ચિટરફંડ ટોળકીના મુખ્ય ભેજાબાજ અને તેના સાથીદારની પોલીસે ધરપકડ કરી છે. ઉંચુ વ્યાજ અને મોટુ વળતરની લાલસાએ અમદાવાદની કંપનીમાં રામપુરા વિસ્તાર સહીત સુરતના 100 થી વધુ લોકોએ પોતાના લોહી પસીનાની મુડી રોકી હતી.

    પીસ લાઈફ એગ્રો સોર્સ લીમીટેડ નામની કંપનીની ઓફીસ અમદાવાદ સરખેજ રોડ નવાબ પ્લાઝામાં શરૂ કરાઇ હતી. કંપનીમાં સાત ડિરેક્ટરો હતા જાવેદ મોહંમદ હમીદ શેખ, મોહંમદ સાયેક ગુલ હમીદ, આસીફ શેખ, સાકીર હુસેન સઇલાસનદ, તબરેઝ અબ્બાસ, ઇકબાલ હુસેન સઇદ, અલ્તાફ હુસેન મોમીન, અને ફઇમીદા આસીફ શેખ. આ લોકોએ કંપની જોવા માટે અમદાવાદ આવતા ઇનવેસ્ટરોને જમીનો દેખાડતા અને તેમા ઇનવેસ્ટમેન્ટ કરી ભાગીદાર બનાવાની વાતો કરતા, અહીંયા સુધી કે ટોળકીએ કંપની ના નામે શેયર પણ બહાર પાડયા હતા.

    જેમાં લોકો પાસે તેની ખરીદી પણ કરાવામાં આવી હતી. શરૂઆતમાં સારૂ રિટર્ન આપી વિશવાસ સંપાદન કર્યા બાદ કંપનીએ સુરત ખાતે તેની કહેવાતી ઓફીસમાં તાળા મારી દીધા અને કંપની બંધ કરી ફરાર થઇ ગયા હતા. આ ટોળકીમાં મુખ્ય ભેજાબાજ પોતે વકીલ હોઇ તણે કાયદાનો ફાયદો ઉઠાવ્યો અને નાણા ચુકવામાં ઠાગાઠૈયા કરવા લાગ્યો હતો. ચોક પોલીસે ચિટર ટોળકી સામે ગુનો દાખલ કર્યો અને મુખ્ય બેજાબાઝ અલતાફ મોમીન અને તેના સુરત ખાતેના સાગરીત આસીફ શેખને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.
    First published:

    Tags: કંપની, ક્રાઇમ, ગુજરાત, ગુનો, છેતરપીંડી, ટોળકી, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો