આ બેંકોમાં આવી સુવિધા છે - SBI, ICICI, બેંક ઓફ બરોડા જેવી બેંકો પહેલાથી જ આ સુવિધા પૂરી પાડી રહી છે. આ માટે, ગ્રાહકોએ સંબંધિત બેંકની એપ્લિકેશન અથવા વેબસાઇટ પર નોંધણી કરવી પડશે અને કાર્ડલેસ રોકડ ઉપાડવી પડશે. આ બેંકોના કાર્ડધારકો તેમના ડેબિટ કાર્ડ વિના પણ તેમના ફોન દ્વારા રોકડ ઉપાડી શકે છે.
સુરતઃ એટીએમ પાસે વોચ ગોઠવી લોકોને મદદના બહાને તેમના પીન નંબર જાણી લીધા બાદ હજારો રૂપિયા ઉપાડી લેતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગઠિયાઓની પ્રાથમિક તપાસમાં તેઓએ પાંડેસરા વિસ્તારમાં બે એટીએમ આગળ આ કરામત કર્યાનો ખુલાસો થયો છે. જેઓની પાસેથી પોલીસે ચાર એટીએમ કાર્ડ તથા રોકડા રૂપિયા 16,900 કબ્જે કર્યા હતા.
સુરતઃ એટીએમ પાસે વોચ ગોઠવી લોકોને મદદના બહાને તેમના પીન નંબર જાણી લીધા બાદ હજારો રૂપિયા ઉપાડી લેતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગઠિયાઓની પ્રાથમિક તપાસમાં તેઓએ પાંડેસરા વિસ્તારમાં બે એટીએમ આગળ આ કરામત કર્યાનો ખુલાસો થયો છે. જેઓની પાસેથી પોલીસે ચાર એટીએમ કાર્ડ તથા રોકડા રૂપિયા 16,900 કબ્જે કર્યા હતા.
સુરત ક્રાઇમબ્રાંચના માણસો ઉધના પાંડેસરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતાં. આ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ઉધના ભેદવાડ પાસે એટીએમ મશીનનો પાસવર્ડ જાણી લઇ ઠગાઇ કરનાર ગેંગ ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને દયાનંદ ઉર્ફે ચિન્ટું રામશરણ વિશ્વકર્મા, અનુજ રાજેન્દ્રપ્રસાદ પાઠક તથા યોગેશ ધ્રૂવકુમાર વિશ્વકર્માને પકડી તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી જુદી જુદી કંપનીના ડેબીટ કાર્ડ મળી આવ્યા હતાં.
આ યુવકોની પૂછપરછ દરમિયાન તેઓ એટીએમમાં પૈસા ઉપાડવા આવતાં લોકોની મદદના બહાને ઠગાઇ કરતાં હોવાની ચોંકાવનારી વાત બહાર આવી હતી. પોલીસે તેઓની પાસેથી ચાર એટીએમ કાર્ડ તથા રોકડા રૂપિયા 16900 કબ્જે કર્યા હતા.
પોલીસ પુછપરછમાં આ ટોળકીએ પાંડેસરા વિસ્તારના એક યુવાનને પણ નિશાન બનાવ્યો હતો. આ ટોળકીએ એસબીઆઇ બેંકમાં પૈસા ઉપાડવા ગયેલા યુવાન એટીએમમાંથી પૈસા ઉપાડી રહ્યા હતા ત્યારે તેમની પાછળ આ ટોળકીનો સાગરિત ઊભો હતો. દરમિયાન તેણે એટીએમનો પાસવર્ડ જાણી લઇને તેમના બેંક ખાતામાંથી રૂપિયા ૨૦ હજાર ઉપાડી લીધા હતા. આવી રીતે બે જણા સાથે ઠગાઇ કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
આ ટોળકી એટીએમ આગળ વોચ ગોઠવતી હતી. ત્યારબાદ અહીં કોઇ વ્યક્તિ પૈસા ઉપાડવા આવે એટલે એની પાછળ ઉભા રહી પાસવર્ડ જાણી લેતી હતી. એ વ્યક્તિ પૈસા ઉપાડે એટલે ઉતાવણ કરી તેઓને ક્લિયરનું બટન દબાવવાનું ભૂલાવી દેતાં હતાં. ત્યારબાદ તેઓ વધું ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા ઉપાડી લેતાં હતાં.
હાલ તો પાંડેસરા પોલીસે આ ત્રણેય આરોપીઓ અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવા માટે કોર્ટમાં રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર