Home /News /crime /

જેતપુરઃ ફટાકડા ફોડવાની બાબતમાં યુવકોએ વૃદ્ધ મહિલા પર કર્યો પથ્થર મારો, વૃદ્ધાનું મોત થતાં ચારેય થયા જેલ ભેગા

જેતપુરઃ ફટાકડા ફોડવાની બાબતમાં યુવકોએ વૃદ્ધ મહિલા પર કર્યો પથ્થર મારો, વૃદ્ધાનું મોત થતાં ચારેય થયા જેલ ભેગા

સાગર બાગમાર - ASP - જેતપુર

Rajkot crime news: ફટાકડા ફોડી (firecrackers) રહેલા યુવકોએ વૃદ્ધા ઉપર પથ્થર મારો કર્યો હતો. આ પથ્થરમારામાં વૃદ્ધા (Old woman injurde) ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

    મુનાફ બકાલી, જેતપુરઃ ઘણી વખત નાના નાના ઝગડામાં (fight) જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. આવી જ એક ઘટના જેતપુરમાં (jetpur) બની કે જ્યાં ફટાકડા ફોડવાની ના કહેવા જતા એક વૃદ્ધાને પોતાનો જીવ (old woman died) ખોવાનો વારો આવ્યો હતો. ચાર યુવકો દ્વારા વૃદ્ધા ઉપર પથ્થરમારો કરતા પથ્થર વૃદ્ધાના માથાના ભાગે વાગતા વૃદ્ધા ઘાયલ (old woman injurd) થયા હતા. જેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot civil hospital) મોકલી આપી હતી. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાએ દમ તોડ્યો હતો. આ કેસમાં પોલીસે ચાર યુવકોને પકડી (four boy caught) જેલ ભેગા કર્યા હતા.

    ક્યારે અને કેવી રીતે બની હતી ઘટના?
    જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં દિવાળીના દિવસે એક ઘટના બની અને તેને લઈને એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું, બનેલ ઘટના મુજબ દિવાળીના દિવસે કાણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ વણકર વાસ વિસ્તારમાં રાત્રે જયારે અહીં ચાર યુવકો ફટાકડા ફોડી રહ્યાં હતા, ત્યારે આજ વિસ્તારમાં અને પાડોશમાં રહેતી એક મુસ્લિમ વૃદ્ધ મહિલા એ આ યુવકોને અહીં ફટાકડા નહિ ફોડવા બાબતે કહ્યું હતું જેને લઈને ફટાકડા ફોડી રહેલા યુવકોએ વૃદ્ધા ઉપર પથ્થર મારો કર્યો હતો આ પથ્થર મારા માં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેનું લાંબી સારવાર સારવાર અને અંતે મોત થયું હતું,

    ફટાકડા ન ફોડવા જવાનું કહેવા જતાં વૃદ્ધાએ જીવ ખોયો
    વાત છે જેતપુરના કણકિયા પ્લોટમાં આવેલ વણકર વાસ વિસ્તારની દિવાળીની રાત્રે અહીં આજ વિસ્તારમાં રહેતા પ્રશાત વીજય વાધેલા, ઈશ્વર વીજય વાધેલા, શાહીલ પ્રકાશ ટીમણીયા, અને એક કિશોર અહીં ફટાકડા ફોડતા હતા જેમાં મોટા અવાજના બૉમ્બ સહિતના ફટાકડા પણ હતા અને તેની માત્ર વધુ હતી.

    આ પણ વાંચોઃ-ગોધરાઃ ACBએ જેલ સહાયક હિતેશ રબારીને રૂ.400ની લાંચ લેતા રંગેહાથે પકડ્યો, રૂ.500 લઈ રૂ.100 આપ્યા હતા પાછા

    મોડી રાત્ર સુધી તેવો આવા ફટાકડા ફોડતા હતા ત્યારે અહીજ રહેતા 70 વર્ષના હમીદાબેન સલીમભાઇ ચાવડાએ આ યુવકોને ફટાકડા અહીંથી થોડે દૂર ફોડવા માટે કહ્યું હતું. અને મોડી રાત્ર થઇ ગઈ છે તો સુવાદો એવું કહીને ફટાકડા નહિ ફોડવા માટે વિનંતી કરેલી હતી.

    આ પણ વાંચોઃ-પાવાગઢ શક્તિપીઠમાં એક કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન, 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ

    યુવાનીના જોશમાં યુવકો ભાન ભૂલ્યા અને પથ્થર ફેંક્યા
    પરંતુ યુવકો જુવાની ના જોશમાં ભાન ભૂલી ને ફટાકડાતો અહીં ફૂટશે જ કહ્યું હતું અને મામલો બિચક્યો હતો જેમાં થી બોલાચાલી થતા, ઉપરોક્ત 4 યુવકો એ હમીદાબેન ઉપર પથ્થર મારો શરુ કર્યો હતો. જેમાંથી 1- 2 પથ્થરના મોટા મરણતોલ ઘા હમીદાબેનના માથામાં વાગ્યા હતા.

    આ પણ વાંચોઃ-અમદાવાદ: રત્નાકર બેંકના 2 લાંચિયા અધિકારી cbiની ઝપેટમાં આવ્યા, મૂલ્યાંકન પ્રમાણપત્ર માટે માંગ્યા હતા એક કરોડ રૂપિયા

    સારવાર દરમિયાન વૃદ્ધાએ દમ તોડ્યો
    તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની લાંબી સારવાર બાદ મોત થયું હતું. અને સમગ્ર ઘટના હત્યામાં પલટાયો હતો.
    રમત રમતમાં થયેલ માથાકૂટમાં હાલ તો એક પરિવારના મોભીનો જીવ ગયો છે જયારે 4 યુવકોએ જેલમાં જવાનો વારો આવ્યો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Gujarati News News, Rajkot News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन