Home /News /crime /

આણંદઃઅઢી કરોડની ખંડણી માટે બાળકનું અપહરણ, બે આરોપી ઝબ્બે

આણંદઃઅઢી કરોડની ખંડણી માટે બાળકનું અપહરણ, બે આરોપી ઝબ્બે

આણંદઃ આણંદના પાળજ ગામના માસુમ બાળકનું અપહરણ થયું હતું. જો કે પોલીસે 36 કલાકમાં ઓપરેશન પાર પાડીને બાળકને છોડાવી લીધો છે. અઢી કરોડની ખંડણી માટે અપહરણ કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. વડોદરાના દશરથ ગામના મયુર પટેલે (માસ્ટર માઈન્ડ) સાવલીના ભાદરવા ખાતે આવેલ સમીર પટેલના ફાર્મ માં ગોંધી રાખ્યો હતો. પોલીસે આ કેસમાં બે આરોપીને ઝડપ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

ગત તારીખ 7 મીના રોજ પેટલાદના પાળજના જવાહર ચોક પાસેથી બપોરના સુમારે એક સફેદ સ્વીફ્ટ કારમાં આવેલ બે ઇસમો દ્વારા છ વર્ષના કીયાન તેજસ પટેલ નામના બાળકનું અપહરણ કર્યું હતું. ઘટનાની જાણ કિયાનના મોટાભાઈ હર્ષ દ્વારા પોતાના દાદાને કરાતા તુરંત પોલીસને જાણ કરતા પોલીસે તાબડ તોબ જીલ્લા સહીત રાજ્ય ભરમાં નાકા બંધી કરાવી હતી પરંતુ અપહરણકારો નો કોઈ જ પતો લાગ્યો ન હતો.

ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ વડા દ્વારા એલસીબી એસઓજી ની ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. પ્રાથમિક તબકે અપહરણ પાછળનું કારણ જાણી શકાયું નહોતું. કારણ કે અપહ્યત બાળક ના માતા પિતા ઓસ્ટ્રેલીયા માં વસવાટ કરે છે. બાદ પોલીસે ઓસ્ટ્રેલીયાની ફેડરલ પોલીસની પણ આ અપહરણનો ભેદ ઉકેલવા સંપર્ક કર્યો હતો. દરમિયાન કિયાનના પિતા તેજસ પટેલ સાથે ઓસ્ટ્રેલીયામાં ધંધાકીય હરીફાઇને લઇ આ અપહરણ થયું હોવાની બાતમી મળતા પોલીસે ચોક્કસ દિશામાં તપાસ શરુ કરી કિયાનનું લોકેશન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી હતી.

જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ 40 અધિકારીઓ પોલીસ જવાનો એ મોડી રાત્રે સાવલીના ભાદરવાના મહીનદીના કિનારે આવેલ ફાર્મ પર ચાલાકી અને સાવધાની પૂર્વક છાપો મારી ફાર્મમાંથી અપહ્યત કિયાનને હેમખેમ પોતાના કબ્જામાં લઇ લીધો હતો.

અને ફાર્મ પરથી અપહરણ કાર મયુર મહેશભાઈ પટેલ (રહે દસરથ) અને રાજેશ રામજી પરમારની અટકાયત કરી હતી. પોલીસે સીફ્તતા પૂર્વક આ ઓપરેશન પાર પડ્યું હતું. રાત્રે કોતર વિસ્તાર માં 2 કિલોમીટર ચાલી પોલીસે અપહ્યત કિયાન ને છોડાવી લઇ રાત્રેજ તેના પરિવાર સાથે ભેટો કરાવી દીધો હતો. કિયાન ની માતા નિશાબેન કિયાનના અપહરણની વાત જાણી આજે ઓસ્ટ્રેલીયાથી ભારત દોડી આવ્યા હતા.

કિયાનને હેમખેમ જોઇ પોલીસ પણ ખુશ થઇ

અપહરણકારોએ કિયાનની સ્કુલ સહીત પાળજ ગામની રેકી કરી આયોજન પૂર્વક કિયાનના અપહરણને અંજામ આપ્યો હતો. જોકે અપહરણ કારોએ માસુમ કિયાનની માસુમિયત અને મસ્તીખોર સ્વભાવને લઇ કોઈ હાની પહોચાડી ન હતી. કિયાનનું અપહરણકારો ધ્યાન રાખતા હતા. પોલીસે જયારે ભાદરવાના ફાર્મ પર છાપો માર્યો ત્યારે કિયાન બેડરૂમમાં શાંતિથી સુઈ રહ્યો હતો. કિયાનને જોઈ પોલીસ અધિકારીઓના જીવમાં જીવ આવ્યો હતો.

પોલીસની કામગીરીની કિયાનની માતાએ પ્રશંસા કરી
પોલીસની કામગીરી પર હમેશા શંકા કરાતી હોય છે અને માછલા ધોવાતા હોય છે. ત્યારે કિયાનની માતાએ આજે આણંદ પોલીસનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન બાદ વિદેશમાં વસતા પાટીદાર પરિવારો પોલીસની કામગીરીને વખોડતા હતા પરંતુ આજે પોલીસ દ્વારા જે કામ થયું છે તે ના પરથી સાબિત થાય છે કે અમારી માન્યતા પોલીસ અંગે ખોટી હતી.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ખંડણી, ગુનો, દેશ વિદેશ, પોલીસ`, બાળક

આગામી સમાચાર