શોખીન ચોરઃ 50 જેટલી બાઇકો ચોરી, 8 ગર્લફ્રેન્ડ પાછળ ઉડાવતો રૂપિયા

News18 Gujarati | News18
Updated: January 4, 2016, 1:41 PM IST
શોખીન ચોરઃ 50 જેટલી બાઇકો ચોરી, 8 ગર્લફ્રેન્ડ પાછળ ઉડાવતો રૂપિયા
છોટાઉદેપુરઃ ગુજરાત સહિત પડોશી રાજ્યોમાંથી બાઇક ચોરતી ગેંગને જિલ્લાની નસવાડી પોલીસે ઝડપી પાડી છે. અને 15 ચોરીની બાઇક કબજે કરાઇ છે. પોલીસને હાથ લાગેલ આ બાઈક ચોર ગેંગનો મુખ્ય સુત્રધાર એમપીનો સચીન ઉર્ફે નેહાલસિંગ ભિલાલા છે. તેણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મા અભ્યાસ કરે છે.,પોતાના મિત્રો ની સરખામણી કરવા અને પોતાના મોજ શોખ ને પુરા કરવા નેહાલસિંગ ચોરીના રવાડે ચડ્યો હતો. તેને 8 જેટલી ગર્લફ્રેન્ડ છે.

  • News18
  • Last Updated: January 4, 2016, 1:41 PM IST
  • Share this:
છોટાઉદેપુરઃ ગુજરાત સહિત પડોશી રાજ્યોમાંથી બાઇક ચોરતી ગેંગને જિલ્લાની નસવાડી પોલીસે ઝડપી પાડી છે. અને  15 ચોરીની બાઇક કબજે કરાઇ છે. પોલીસને હાથ લાગેલ આ બાઈક ચોર ગેંગનો મુખ્ય સુત્રધાર એમપીનો સચીન ઉર્ફે નેહાલસિંગ ભિલાલા છે. તેણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મા અભ્યાસ કરે છે.,પોતાના મિત્રો ની સરખામણી કરવા અને પોતાના મોજ શોખ ને પુરા કરવા નેહાલસિંગ ચોરીના રવાડે ચડ્યો હતો. તેને 8 જેટલી ગર્લફ્રેન્ડ છે.

sokin chor1

નસવાડી તાલુકામા છેલ્લા બે માસમા અનેક બાઈક ચોરીના બનતા પોલીસ ની ઉંઘ હરામ થઈ ગઈ હતી. જેને પગલે નસવાડી પોલીસે રાત્રી દરમિયાન સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ. ચેકિંગ દર્મિયાન નસવાડી પોલીસને કવાંટ રોડ ઉપરથી એક બાઈક લઈને નસવાડીમા પ્રવેશી રહેલા ત્રણ બાઈક સવારોને પોલીસે રોકી તેમની પુછ્પરછ હાથ ધરી અને ગાડીના કાગળો માંગતા તેઓ ગોળ ગોળ જવાબ આપ્વા લાગ્યા હતા.

જેથી પોલીસને શંકા ગઈહતી અને પોલીસે તેમની પાસેની બાઈકના એંજીન અને ચેચિસ નંબરની ખાતરી કરતા તે રજિસ્ટ્રેશન નંબર સાથે મળતા ન હતા અને બાઈક ચોરીની હોવાનુ જણાએ આવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી સઘન પુછ્પરછ હાથ ધરી હતી. જેમા ચોંકાવનારા ખુલાસા થયા હતા.

પકડાયેલા ત્રણેય મધ્ય પ્રદેશના શખ્સોએ 15 થી 16 બાઈકો ચોરી કર્યાની ચોકાવનારી કબુલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. અને ગુનો નોંધી ત્રણેય આરોપીઓ ના રીમાંડ મેળવી તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવ્યો હતો, જેમા આ ત્રણ પૈકી નો ગેંગ નો મુખ્ય સુત્રધાર સચીન ઉર્ફે નેહાલ પાસેથી 12 મળી કુલ 19 બાઈક્સ પોલીસે અત્યાર સુધી કબ્જે કરી છે.

જુદી જુદી મોઘી બાઈક ઉપર ફરવાનો શોખીન નેહાલસિંગની આઠ જેટલી ગર્લફ્રેન્ડ છે. પોતાની ગર્લ્ફેન્ડને આકર્ષવા તે રોજ જુદી જુદી બાઈક લઈને ફરતો અને પોતાનો આ વૈભવી શોખ પુરો કરવા  પોતાના અન્ય મિત્રો ની મદદ થી તે ગુજરાત ના સરહદી વિસ્તાર એવા છોટાઉદેપુર, કવાંટ , નસવાડી તેમજ વાઘોડીયા અને સુરત થી પન બાઈક ચોરી કરી લાવતો હતો.અને ખીસ્સા ખર્ચ માટે  5 થી 7 હજાર જેટલી નજિવી કિંમત મા બાઇક વેચી દેતો હતો. નેહાલ ને બાઈક ચોરી મા મદદ કરનાર તેના મિત્ર કે જેઓ દીવસ દર્મિયાન ગામના વિવિધ વિસ્તારો ની રેકી કરી લેતા, અને તેઓ એ વાત નુ પણ ખાસ ધ્યાન રાખ્તા કે કયા વિસ્તાર મા સી સી ટીવી કેમેરા લાગેલા છે, અને ક્યા નથી.

અને તેઓ એવા વિસ્તારોની પસંદગી કરતા જ્યા સીસીટીવી કેમેરા લાગેલા ના હોય જેથી તેઓને પકડાઈ જવાનો સહેજ પણ ડર ના રહે પકડાયેલા નેહાલસિંગે તો ખુદ 50 થી વધુ ચોરીની બાઈક વેચી હોવાનુ કબુલ્યુ છે.
First published: January 4, 2016, 1:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading