સગીરાનું અપહરણ કરીને પાંચ યુવકોએ કર્યો ગેંગરેપ, રાબડી દેવીએ શું કહ્યું?

News18 Gujarati
Updated: October 11, 2019, 11:05 PM IST
સગીરાનું અપહરણ કરીને પાંચ યુવકોએ કર્યો ગેંગરેપ, રાબડી દેવીએ શું કહ્યું?
પ્રતિકાત્મક તસવીર

પીડિત સગીરા પોતાના ઘરેથી ખાવાનું લઇને બીજા ઘરે જઇ રહી હતી. ત્યારે રસ્તામાં નરાધમોએ તેનું અપહરણ કરી લીધું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બિહારમાં (Bihar) ગુનેગારો નિડર બની ગયા છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ગેંગરેપ (Gangrape) અને મહિલાઓ (Crime Against Women) સાથે ગુનાઓની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસોમાં ગેંગરેપની અડધો ડઝન ઘટનાઓ બની છે. તાજા ઘટના છપરામાં (Chhapra) બની છે જેમાં સગીર કિશોરી (Minor Girl)સાથે ગેંગરેપ થયો છે. મળતી માહિતી પ્રમાણે દાઉદપુરમાં પાંચ નરાધમોએ મળીને સગીરાનું અપહરણ કર્યું હતું અને વારાફરથી ગેંગરેપ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પીડિત સગીરા પોતાના ઘરેથી ખાવાનું લઇને બીજા ઘરે જઇ રહી હતી. ત્યારે રસ્તામાં નરાધમોએ તેનું અપહરણ (abduction) કરી લીધું હતું. અને સુમસામ જગ્યાએ લઇ જઇને તેના ઉપર ગેંગરેપ કર્યો હતો. પોલીસે પીડિતાને મેડિકલ તપાસ માટે છપરા સદર હોસ્પિટલ મોકલી આપી છે. મામલો સામે આવ્યા પછી ડીસીપી વિસ્તારમાં સતત દરોડા પાડી રહ્યા છે. જોકે બધા આરોપીઓ ફરાર થઇ ગયા છે. એસપી હર કિશોર રાયે જણાવ્યું હતું કે, પોલીસ આઅંગે તપાસ કરી રહી છે. મેડિકલ રિપોર્ટ (Medical Report)આવ્યા પછી સમગ્ર ઘટનાનો ખ્યાલ આવશે.

આ પણ વાંચોઃ-અશ્લીલ વીડિયો બનાવી સતત ચાર વર્ષ સુધી યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ

કાયદા-વ્યવસ્થા (law and order)અને મહિલા સુરક્ષાને (Women's safety) લઇને નીતિશ સરકાર (Nitish governmenr) ઉપર રાબડી દેવીએ પ્રહારો કર્યા છે. બિહારમાં કથળતી કાયદો અને વ્યવસ્થાને લઇને વિપક્ષ સરકારએ પ્રહારો કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ (Rabadi devi) સરકાર અને પ્રશાસન ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે.

આ પણ વાંચોઃ-રાત્રે યુવતીના ઘરે પ્રપોઝ કરવા પહોંચ્યો આશિક, કર્યું ખતરનાક કારસ્તાન

તેમણે ટ્વીટ (tweet)કર્યું છે કે સુશાસન સંરક્ષિત અને સંપોષિત બળાત્કારીઓના રાક્ષસી પાલનહારો થોડી શરમ કરો, તેમણે વધુમાં લખ્યું હતું કે, બિહારમાં ચારો તરફ બહેન બેટીઓની ઇજ્જત લૂંટાતી રહી છે અને તમને લોકો ખુરશીના ઝઘડાઓમાં ફસાયેલા છો. બિહાર સંભાળી ન શકતા હોવ તો જવાબદારી છોડી દો. પ્રદેશ અને સમાજને કેમ બર્બાદ કરી રહ્યા છો?આ પણ વાંચોઃ-અડધી રાત્રે મહિલાનું ગળું કાપીને રસ્તા પર ફેંકી, facebookથી આરોપી ઝડપાયો

આ પહેલા ગુરુવારે કેમૂર જિલ્લામાં એક સગીરા સાથે ગેંગરેપનો પ્રયાસ થયાની ઘટના બની હતી. જેમાં સગીર વિદ્યાર્થિની સાથે રેપ કરવામાં નિષ્ફળ આરોપીઓને તેને તેલ્હાડ કુંડમાં ફેંકી દીધી હતી. જેના કારણે વિદ્યાર્થિની ગંભી રીતે ઘાયલ થઇ હતી.
First published: October 11, 2019, 11:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading