UPમાં ઝેરી દૂધ પીતા એક જ પરિવારના પાંચ લોકોનાં મોત

News18 Gujarati
Updated: January 9, 2019, 7:31 AM IST
UPમાં ઝેરી દૂધ પીતા એક જ પરિવારના પાંચ લોકોનાં મોત
પ્રતિકાત્મક તસવીર

પ્રારંભિક તપાસના અંતે એવું સામે આવ્યું હતું કે દૂધમાં ઝેર હતું જેના લીધે આ બધાના મૃત્યુ થયા. આ પ્રકારની વાત પોલીસ અધિક્ષક બાલેન્દુ ભૂષણે જણાવી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ઉત્તરપ્રદેશમાં કથિતરૂપે ઝેરી દૂધ પીવાના કારણે એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ થયા હોવાનુ સામે આવ્યું છે. આ ઘટના પિલિભિત જિલ્લામાં ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મૃતકોના પરિવારજનોનું માનીયે તો આ મૃત્યુ કોઈ 'ઝેરી પદાર્થ' ખાવાના કારણે થયું છે. પોલીસ આ મૃત્યુ પાછળ ઝેરી દૂધ જોવાનું કારણ બતાવે છે.

આ ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા કલેક્ટર અને પોલિસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ ઘટનાથી પીલભીતના જહાંનાબાદના લોકો સ્તબ્ધ છે. કહેવાય છે કે પીડિતોએ રાત્રે દૂધ પીધું હતું અને સવારે તેમના મૃતદેહ મળ્યા. આ ઘટના બાદ ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી. પ્રારંભિક તપાસના અંતે એવું સામે આવ્યું હતું કે દૂધમાં ઝેર હતું જેના લીધે આ બધાના મૃત્યુ થયા. આ પ્રકારની વાત પોલીસ અધિક્ષક બાલેન્દુ ભૂષણે જણાવી હતી.

જે વધુ માહિતી રહી છે તે અનુસાર પીડિત પરિવારનો જમીન અંગેનો કોઈ ઝગડો ચાલતો હતો. આ મુદ્દે મૃતકના પરિવારના સભ્યોની પણ પૂછપરછ થઇ રહી છે.
First published: January 8, 2019, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading