Home /News /crime /છોકરો-છોકરી ભાગી ગયા તો છોકરાની બહેન સાથે કર્યો ગેંગ રેપ

છોકરો-છોકરી ભાગી ગયા તો છોકરાની બહેન સાથે કર્યો ગેંગ રેપ

છોકરો અને છોકરી એક બીજાને ચાહતા હતા, લગ્ન કરવા ઇચ્છતા હતા. પરંતુ ઘરવાળા રાજી ન હતા, છેવટે બંને એક દિવસે ભાગી ગયા, અહીં સુધી તો બધુ ઠીક છે. પરંતુ પછી જે થયું તે કલંકિત અને ધ્રુણાસ્પદ છે. જે થયું એવું ક્યારેય સાંભળ્યું નહીં હોય, છોકરીના ઘરવાળાઓએ છોકરાની બહેનને શિકાર બનાવ્યો, એનું અપહરણ કરી એની ઉપર ગેંગ રેપ કરાયો.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
    નવી દિલ્હી # છોકરો અને છોકરી એક બીજાને ચાહતા હતા, લગ્ન કરવા ઇચ્છતા હતા. પરંતુ ઘરવાળા રાજી ન હતા, છેવટે બંને એક દિવસે ભાગી ગયા, અહીં સુધી તો બધુ ઠીક છે. પરંતુ પછી જે થયું તે કલંકિત અને ધ્રુણાસ્પદ છે. જે થયું એવું ક્યારેય સાંભળ્યું નહીં હોય, છોકરીના ઘરવાળાઓએ છોકરાની બહેનને શિકાર બનાવ્યો, એનું અપહરણ કરી એની ઉપર ગેંગ રેપ કરાયો.

    છોકરાની બહેનના શરીર ઉપર પડેલા જખ્મ નરાધમોની દરીંદગીના નિશાની છે. બદલાની આ એક એવી ઘટના છે કે જે સાંભળતાં જ રૂવાડાં ઉભા થઇ જાય.

    ફિરોઝાબાદની આ ઘટનાએ ISના આતંકીઓ કરતાં પણ ધ્રુણાસ્પદ કૃત્ય કર્યું છે. જેને પગલે ચોમેરથી ફિટકાર થઇ રહ્યો છે. અહીં પીડિત કિશોરીનો ગુનો એટલો જ હતો કે એ કોઇની બહેન હતી.

    છોકરા સાથે ભાગી ગયેલી છોકરીના પરિવારજનોએ પહેલા તો છોકરાની બહેનનું અપહરણ કરી એક મહિના સુધી ગોંધી રાખી. એની ઉપર વારંવાર ગેંગ રેપ કર્યો હતો. આ પીડા બાદ પણ આ નરાધમો ના ધરાતાં એમણે યુવતીને શરીરે પીડાદાયક ડામ આપ્યા હતા.

    જ્યારે કિશોરીના પરિવારે આ મામલે ફરીયાદ નોંધાવવા પોલીસ પાસે પહોંચ્યો તો પોલીસે પણ ગણકાર્યા નહી. જોકે બાદમાં પોલીસ પર દબાણ વધ્યું તો છેવટે ફરીયાદ નોંધી પરંતુ આજે પણ આ નરાધમોની ધરપકડ કરાઇ નથી અને ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે.
    First published:

    Tags: ક્રાઇમ, ગુનો, ગેંગ રેપ, પોલીસ, બળાત્કાર

    विज्ञापन