હવે આસારામ પાસેથી રૂ. 750 કરોડના દંડની વસૂલાત કરવાની કવાયત શરૂ

Parthesh Nair | Pradesh18
Updated: April 21, 2016, 2:24 PM IST
હવે આસારામ પાસેથી રૂ. 750 કરોડના દંડની વસૂલાત કરવાની કવાયત શરૂ
બળાત્કારના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપુની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ઇનકમ ટેક્સ વિભાગે આસારામ બાપુ પાસેથી રૂ. 750 કરોડનો દંડ ટેક્સ સ્વરૂપે લેવા માટે ડિમાન્‍ડ રિપોર્ટ તૈયાર કર્યો છે.

બળાત્કારના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપુની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ઇનકમ ટેક્સ વિભાગે આસારામ બાપુ પાસેથી રૂ. 750 કરોડનો દંડ ટેક્સ સ્વરૂપે લેવા માટે ડિમાન્‍ડ રિપોર્ટ તૈયાર કર્યો છે.

  • Pradesh18
  • Last Updated: April 21, 2016, 2:24 PM IST
  • Share this:
સુરત# બળાત્કારના આરોપમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ બાપુની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ઇનકમ ટેક્સ વિભાગે આસારામ બાપુ પાસેથી રૂ. 750 કરોડનો દંડ ટેક્સ સ્વરૂપે લેવા માટે ડિમાન્‍ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. સૂરતના ઇનકમ ટેક્સ વિભાગે આ રિપોર્ટ તૈયાર કરી છે. હવે આ અંગે નાણા મંત્રાલયે અંતિમ નિર્ણય લેવાનો રહેશે.

સગીરા સાથે યૌન શોષણ મામલામાં જેલમાં બંધ આસારામના આશ્રમમાંથી સૂરત પોલીસે દસ્તાવેજોથી ભરેલી 42 બેગ્સ જપ્ત કરી હતી. સમગ્ર દસ્તાવેજમાં આસારામ અને નારાયણ સાઇ દ્વારા રોકણ કરવામાં આવેલ રૂપિયાઓ અંગેની માહિતી હતી. સૂરત પોલીસે બાદમાં આ તમામ બેગ્સ ઇનકમ ટેક્સ વિભાગને તપાસ માટે સોંપી હતી.

ઇનકામ ટેક્સ વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતુ કે, આસારામ અને નારાયણ સાઇ દ્વારા આસારામ આશ્રમના નામ પર 2500 કરોડની ગેરકાયદેસર વ્યવહારો થયા હતો. જેમાં આશ્રમની પ્રોપર્ટીના ઉપરાંત વ્યાજ પર આપવામાં આવેલ રૂપિયાનો પણ હિસાબ હતો. જોકે, ઇનકમ ટેક્સ વિભાગે, 6 વર્ષનો હિસાબ નીકાળ્યો હતો, જેમાં 30 ટકાના હિસાબથી 750 કરોડના આસપાસનું બાકી લેણું આસારામ પાસેથી નીકળે છે.

ઇનકમ ટેક્સ વિભાગને હજુ પણ ચાર વર્ષનો હિસાબ જોવાનો બાકી છે. જો કે, બેગ્સમાં દસ વર્ષોમાં કરવામાં આવેલ રોકાણ અને તેનાથી જોડાયેલા દસ્તાવેજ હતા. એવામાં જો અગર વધુ ચાર વર્ષના આકંડાઓ જોડવામાં આવે તો, આશરે 1000 કરોડની ડિમાન્ડ રિપોર્ટ ઇનકમ ટેક્સ વિભાગ તરફથી તૈયાર કરવામાં આવી શકે છે. હાલ 6 વર્ષના હિસાબથી 750 કરોડનું બાકી લેણું અથવા કહેલ ડિમાન્ડ રિપોર્ટ ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

જો આ રિપોર્ટમાં નાણા મંત્રાલયની મોહર લાગી જાય છે, અને આસારામ બાપુ અથવા તેમનું આશ્રમ પૈસા આપવાથી અસમર્થ રહે છે તો આશ્રમથી જોડાયેલી જે પણ પ્રોપર્ટી છે, તેની હરાજી થઇ શકે છે.
First published: April 21, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading