Home /News /crime /

ફાઇનાન્સ કંપનીએ ગરીબ લોકોને લાલચ આપીને કરી છેતરપીંડી

સુરેન્દ્રનગર# સુરેન્દ્રનગર ખાતે આવેલ બ્રહ્માનંદ ચેમ્બરમાં પીએસીએલ ઈન્ડીયા લી. નામની ઓફિસ ખોલી ગ્રામ્ય પંથકના જરૂરીયાતમંદ લોકો પાસેથી રૂ. એક હજારથી રૂ. પ૦ હજાર સુધીના નાણાં જમા કરાવી લોન, મકાન-પ્લોટ સહાય આપવામાં આવશે, તેવી લોભામણી લાલચ આપી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી સુરેન્દ્રનગર સ્થિત આ ઓફિસમાંથી રોકાણકારોને નથી નાણાં પરત મળ્યા કે નથી કોઈ સહાય મળી? આથી સંભવત કરોડોના નાણાંકીય ફુલેકા અંગે મંગળવારે રોકાણકારોનું ટોળુ ઓફિસે ધસી જતા અફડા તફડી મચી ગઈ હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :

snd1

જો કે, આ ફાયનાન્સ પેઢીના જવાબદાર અધિકારીઓ હાજર ન રહેતા ધરમ ધક્કો થયો હતો. પરંતુ એક-બે કર્મચારીઓએ રજૂઆત કરતા થાપણદારોને થોડા દિવસમાં સમસ્યા હલ થઈ જશે, તેમ સમજાવી-પટાવીને રવાના કરી દીધી હતા. પરંતુ સમય અને નાણાંનો માર સહન ન થતાં થાપણદારોનું ટોળુ રોષે ભરાતા કલેકટર-એસ.પી. કચેરીએ ધસી ગયુ હતુ.

આ અંગે ફાયનાન્સ પેઢીના સુત્રોએ જણાવ્યું હતું કે, તેમની ફાઈનાન્સ પેઢીનું રોકાણ નેટવર્ક રાજય વ્યાપી છે. અને સહારા કરતા પણ મોટુ ગ્રૃપ ધરાવીએ છે. હાલ, આ સંદર્ભનો કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલતા હોય થાપણદારોને ચૂકવણું કરી શકયા નથી. પરંતુ ચૂકાદો આવ્યા બાદ થાપણદારોને પાઈ-પાઈ ચૂકવી દેવાશે. થાપણદારો આ ફાયનાન્સ પેઢીનું વિસ્તરણ રાજય વ્યાપી હોવા સાથે રાજયના અનેક શહેરોમાં મોટા પાયે નાણાંની ગોલમાલ થયાની આશંકા વ્યકત કરી રહ્યાં છે. રોકાણકારો એ કલેકટરને આવેદન પત્ર આપ્યું છે. હવે એ જોવું રહ્યું કે ગરીબ લોકોને રૂપિયા પાછા મળશે કે કેમ?
First published:

Tags: આવેદનપત્ર, કંપની, કલેક્ટર, રોષ, લાલચ, સહાય

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन