યુવતીને 4 વર્ષ સુધી બંધક બનાવી આચર્યું દુષ્કર્મ, અનેક વખત કરાવ્યું એબોર્શન

News18 Gujarati
Updated: January 4, 2019, 10:22 AM IST
યુવતીને 4 વર્ષ સુધી બંધક બનાવી આચર્યું દુષ્કર્મ, અનેક વખત કરાવ્યું એબોર્શન
પીડિતા

બે ભાઈઓએ આ યુવતીને ગોંધી રાખી હતી. મોકો જોઈને ભાગેલી યુવતી રસ્તામાં જ બેભાન થઈને પડી ગઈ હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હીથી જોડાયેલા ફરીદાબાદમાં એક યુવતીનું અપહરણ કરીને તેને ચાર વર્ષ સુધી બંધક બનાવવામાં આવી હતી. આ દરમિયાન યુવતીને અપાર યાતનાઓ આપવામાં આવી હતી, તેના પર સતત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, તેને દોઢ મહિના સુધી ભૂખી પણ રાખવામાં આવી હતી. યુવતીના શરીર પર ઈજાના નિશાન જોઈને ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય છે.

બે ભાઈઓએ આ યુવતીને ગોંધી રાખી હતી. મોકો જોઈને ભાગેલી યુવતી રસ્તામાં જ બેભાન થઈને પડી ગઈ હતી. રસ્તાની પાસે બેભાન હાલતમાં યુવતીને પડેલી જોઈને લોકોએ એક એનજીઓને ફોન કરીને બોલાવી હતી અને ગંભીર હાલતમાં યુવતીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ યુવતીની સારવાર ચાલી રહી છે. પોલીસે યુવતીના નિવેદન બાદ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ સુરતઃ લગ્નની લાલચ આપી વિદેશ લઇ જઇ CAની વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ

પીડિતાના જણાવ્યા પ્રમાણે, અપહરણ કરનાર પ્રદીપે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે સતત ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન યુવતી અનેક વખત ગર્ભવતી બની હતી અને પ્રદીપે બળજબરીથી ઓબોર્શન કરાવી દીધું હતું. પીડિતાના જણાવ્યા પ્રમાણે આઠ મહિના પહેલા આરોપીએ તેને ફરીદાબાદમાં રહેતી તેની માતા અને ભાઈ પાસે છોડી દીધો હતી, પરંતુ પીડિતાને જ્યારે મારપીટ અને માનસિક યાતનાઓ આપવાની શરૂઆત થઈ ત્યારે પ્રદીપની મનસા સામે આવી ગઈ હતી. પ્રદીપનો નાનો ભાઈ પણ તેની સાથે બળજબરી કરીને રેપ કરવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ રાજકોટઃ દુષ્કર્મનો ભોગ બનેલી તરુણીએ બાળકને જન્મ આપ્યો

પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપીઓની માતા પણ બંનેનો સાથ આપતા હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણે તેણીને ખાવાનું પણ આપવામાં આવતું ન હતી, એટલું જ નહીં તેને ઘરથી બહાર નીકળવા દેવામાં પણ આવતી ન હતી. જ્યારે ઘરના લોકો બહાર જતાં હતા ત્યારે તેને રૂમમાં બંધ કરી દેતા હતા.એટલું જ નહીં ઘરના તમામ લોકો જમી લે અને જો ખાવાનું વધે તો જ તેને આપવામાં આવતું હતું. પીડિતાએ રસોડોમાંથી વસ્તુઓ છૂપાઈને ચોરી કરીને ખાવી પડતી હતી. ચાર વર્ષ સુધી ગાયબ રહેલી પોતાની દીકરીના સમાચાર સાંભળીને પીડિતાની માતા અવાક રહી ગઈ હતી. તે ફક્ત એટલું જ બોલી હતી કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
First published: January 4, 2019, 9:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading