નકલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો અસલી પોલીસે કર્યો પર્દાફાશ

વાપી# વાપી જીઆઈડીસી વિસ્તારમાં નકલી ક્રાઈમ બ્રાંચ પોલીસની ઓળખ આપી ગુટખા ભરેલી ટેમ્પાની લૂંટ ચલાવનાર ગેંગનો પર્દાફાશ વલસાડની અસલી એલએલસીબી પોલીસે કર્યો છે. પોલીસે ત્રણ આરોપી સાથે લૂંટાયેલો ટેમ્પાને કબજે કર્યો છે. તો આ નકલી પોલીસ બની લૂંટ ચલાવતા આરોપીઓ લબર મુછ્યા યુવાન હોવાનું ખુલ્યું છે, ત્યારે જીઆઈડીસી પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

  • News18
  • Last Updated :
  • Share this:
વાપી# વાપી જીઆઈડીસી વિસ્તારમાં નકલી ક્રાઈમ બ્રાંચ પોલીસની ઓળખ આપી ગુટખા ભરેલી ટેમ્પાની લૂંટ ચલાવનાર ગેંગનો પર્દાફાશ વલસાડની અસલી એલએલસીબી પોલીસે કર્યો છે. પોલીસે ત્રણ આરોપી સાથે લૂંટાયેલો ટેમ્પાને કબજે કર્યો છે. તો આ નકલી પોલીસ બની લૂંટ ચલાવતા આરોપીઓ લબર મુછ્યા યુવાન હોવાનું ખુલ્યું છે, ત્યારે જીઆઈડીસી પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

vapi4

વાપી જીઆઈડીસી પોલીસે ઘરપકડ કરેલા આ ત્રણ યુવાનોને પોલીસ બની તોડ કરવાના અભરખા ભારે પડ્યા છે. આ ત્રણેય યુવાનોએ પોલીસની ઓળખ આપી એક લૂંટને અંજામ આપ્યો હતો. વાપીમાં ગત 6 તારીખે જીઆઈડીસી વિસ્તારમાં શિવ શક્તિ ટ્રેડર્સના માલિકે એક ટેમ્પાની લૂંટની ફરિયાદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોધાવામાં આવી હતી. ફરિયાદી માલિકે પોલીસ ફરિયાદ કરી હતી કે, એક ટેમ્પામાં ગુટખા ભરી તેમનો ચાલક જીઆઈડીસી વિસ્તારમાં જતો હતો, ત્યારે બે ક્રાઈમ બ્રાંચના પોલીસે ખોટી રીતે ટેમ્પો જપ્ત કર્યો હતો. જોકે, પોલીસની તપાસમાં બહાર ખુલાશો થયો હતો કે, ક્રાઈમ બ્રાંચ દ્વારા આવો કોઈ જ ટેમ્પો પકડ્યો ન હતો. ત્યારે હકીકત બહાર આવી છે કે કોઈ ઇસમો  દ્વારા નકલી પોલીસ બની આ લૂંટ ચલાવી હતી. આ મામલે વલસાડ એલસીબી પોલીસે તપાસ હાથ ધરતા ત્રણ યુવાનની ધરપકડ કરી છે.

vap1

વલસાડ એલસીબી પોલીસે ઝડપેલા આ ત્રણ યુવાનો પૈકી એક યુવાન મહાબુલ્લા ટેમ્પાનો ચાલક જ છે. આ લૂંટ કેસમાં ચાલક સામેલ હતો. જોકે, આ લૂંટનો માસ્ટર માઈન્ડ મહારૂફ દ્વારા પોલીસની ઓળખ આપવામાં આવી હતી. આ યુવાનોએ જાતેજ ટેમ્પામાં રાખેલ તમામ ગુટખા અને ટેમ્પાને વેચી મારવાની ફિરાકમાં હતા. ત્યારે વલસાડ એલસીબી પોલીસે આ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આજની નવી પેઢી પર ફિલ્મનો ખાસો પ્રભાવ જોવા મળે છે, ત્યારે ઝડપાયેલા યુવાનો પણ ફિલ્મી ઢબે નકલી પોલીસ બની લૂંટને અંજામ આપ્યો હતો. ત્યારે હવે આજ યુવાનો જેલના સડીયા ગણી રહ્યાં છે. વધુમાં જીઆઇડીસી પોલીસ દ્વારા આ નકલી પોલીસે અગાઉ પણ આ રીતે પોલીસનો વટ મારીને કોઈ કારનામા કર્યા છે કે, કેમ તે અંગે આરોપીઓની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે.
First published: