Exclusive: પ્રદેશ18 ઇટીવીના અહેવાલની અસર, કલાકોમાં હાઇપ્રોફાઇલ જુગાર થયું બંધ

સામાજિક જવાબદારી અદા કરવામાં પ્રદેશ18 ઇટીવી ફરી એકવાર અગ્રેસર રહ્યા છે. પ્રદેશ18 ઇટીવીના અહેવાલની સટીક અસર થઇ છે અને પરિવારોને ખતમ કરતા જુગાર જેવા અનિષ્ટનું ઉઠમણું થયું છે.

સામાજિક જવાબદારી અદા કરવામાં પ્રદેશ18 ઇટીવી ફરી એકવાર અગ્રેસર રહ્યા છે. પ્રદેશ18 ઇટીવીના અહેવાલની સટીક અસર થઇ છે અને પરિવારોને ખતમ કરતા જુગાર જેવા અનિષ્ટનું ઉઠમણું થયું છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
રાજકોટ #સામાજિક જવાબદારી અદા કરવામાં પ્રદેશ18 ઇટીવી ફરી એકવાર અગ્રેસર રહ્યા છે. પ્રદેશ18 ઇટીવીના અહેવાલની સટીક અસર થઇ છે અને પરિવારોને ખતમ કરતા જુગાર જેવા અનિષ્ટનું ઉઠમણું થયું છે.

કેવો ચાલતો હતો હાઇપ્રોફાઇલ જુગાર, Video જોવા ક્લિક કરો

રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ત્રણ જિલ્લાની સરહદે ભીલડી ગામ નજીક જાહેરમાં ચાલી રહેલા હાઇપ્રોફાઇલ જુગારધામ અંગે પ્રદેશ18/ઇટીવીમાં અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. જેની સટીક અસર થતાં કલાકોમાં જ આ જુગારધામ બંધ કરી દેવાયું છે.

ગઇ કાલ સુધી અહીં હાઇપ્રોફાઇલ જુગારધામ ધમધમી રહ્યું હતું. જ્યાં જુગારીઓ પોલીસ કે અન્ય કોઇનો ડર રાખ્યા વિના બિન્દાસ્તથી જુગારની મજા લેતા હતા. પરંતુ અમારા સ્ટીંગ ઓપરેશનને પગલે અહીં જુગારધામ બંધ કરવું પડ્યું છે.

અહેવાલની અસર થતાં અહીં કલાકોમાં જુગારધામનું પીંડલું વળી ગયું છે. જુગારીઓથી ધમધમતો સામીયાણો ખાલી થઇ ગયો છે.

ભીલડી ગામે ચાલતા હાઇપ્રોફાઇલ જુગારનો પર્દાફાશ
First published: