ભાવનગરઃ મોજશોખ પુરા કરવા એન્જીનીયરીંગનો વિદ્યાર્થી ચોરી કરતો

ભાવનગરઃ ભાવનગરમાં સ્કુટર પર પર્સ રાખી જતી મહિલાઓને ટારગેટ બનાવીને પર્સ ચોરતો એન્જીનીયરીંગનો વિદ્યાર્થી એલસીબીએ ઝડપી લીધો છે. ત્રણ માસથી આ વિદ્યાર્થીએ તરખાટ મચાવ્યો હતો. મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
ભાવનગરઃ ભાવનગરમાં સ્કુટર પર પર્સ રાખી જતી મહિલાઓને ટારગેટ બનાવીને પર્સ ચોરતો એન્જીનીયરીંગનો વિદ્યાર્થી એલસીબીએ ઝડપી લીધો છે. ત્રણ માસથી આ વિદ્યાર્થીએ તરખાટ મચાવ્યો હતો. મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મૂળ રાજકોટનો રહેવાસી અને ભાવનગરમાં એન્જીનીયરિંગના અભ્યાસ માટે આવેલો અભય શર્મા છેલ્લા ૩ માસથી ભાવનગરમાં મહિલાઓના પર્સની ચોરી કરતો હતો. અભય ભાવનગરની અનંત વાડી વિસ્તારમાં ભાડે થી રહે છે અને એન્જીનીયરીંગ ગવર્મેન્ટ કોલેજમાં કરે છે.

ભાવનગરમાં વધેલા પર્સ ચોરીના પગલે એલસીબી પોલીસે સઘન તપાસ કરી ટોપ થ્રી પાસે પેટ્રોલિંગ દરમ્યાન પકડ્યો હતો. એલીસીબીએ પુછપરછ કરતા માઈસ્ત્રો સ્કુટરના દસ્તાવેજ નહી મળતા તેની વધુ પુછપરછ હાથ ધરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

અભય શર્મા મૂળ રાજકોટના કલરવ પાર્કમાં,રેલનગર વિસ્તારનો રહેવાસી છે. અભયને નાનપણ થી ચોરીની ટેવ હોવાનું પુછતાછમાં ખુલવા પામ્યું છે. વધુ તપાસમાં અભય ભાંગી પડ્યો અને છેલ્લા ૩ માસમાં પાંચ પર્સ ચોરીના બનાવ ની ચોરીની કબુલાત તેને આપી હતી.

ભાવનગરના શિવાજી સર્કલ,ટોપ થ્રી.વાઘાવાડી અને આસપાસના વિસ્તારમાં સ્કુટર પર જતી એવી મહિલા કે જેને આગળ પર્સ રાખવાની ટેવ છે તેવી મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો.પાંચ પર્સ ની ચોરી પણ તેને એવી મહિલાઓના પર્સની જ કરી હતી કે જે આગળ પર્સ રાખીને જતી હતી.

અભય પોતાના મોજ શોખ માટે ચોરીઓ કરતો હતો અગાવ પણ છ ચોરી ના કેસમાં રાજકોટ તે ઝડપાઇ ચુક્યો છે.અભય મૂળ રાજકોટનો રહેવાસી પણ પરપ્રાંતીય છે. અભયના આ બનાવ બાદ એન્જીનીયરીંગ કોલેજમાં ચર્ચા જાગી છે.
First published: