અમૃતસરમાં પોલીસે ગેંગસ્ટર સમજી નેતાને મારી ગોળી

પંજાબમાં અમૃતસરની પોલીસ એક એન્કાઉન્ટરને લઇને વિવાદમાં આવી છે. પોલીસ સામે આરોપ છે કે પોલીસે જગ્ગુ નામના એક ગેંગસ્ટરના ચક્કરમાં અકાલી દળના એક નેતાને ગોળી મારી ઠાર કરી દીધા. મૃતકની ઓળખ મુખજીતસિંહ ઉર્ફે મુખ્ખા તરીકે થઇ છે જે વેરકા બોર્ડના અધ્યક્ષ હતા. આ ઘટના અંગે જાણકારી મળતાં જ ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા અને પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરાયા હતા.

  • News18
  • Last Updated :
  • Share this:
અમૃતસર # પંજાબમાં અમૃતસરની પોલીસ એક એન્કાઉન્ટરને લઇને વિવાદમાં આવી છે. પોલીસ સામે આરોપ છે કે પોલીસે જગ્ગુ નામના એક ગેંગસ્ટરના ચક્કરમાં અકાલી દળના એક નેતાને ગોળી મારી ઠાર કરી દીધા. મૃતકની ઓળખ મુખજીતસિંહ ઉર્ફે મુખ્ખા તરીકે થઇ છે જે વેરકા બોર્ડના અધ્યક્ષ હતા. આ ઘટના અંગે જાણકારી મળતાં જ ઘટના સ્થળે લોકો એકઠા થઇ ગયા અને પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરાયા હતા.

દરમિયાન ઘટના સ્થળે એકઠા થયેલા લોકો અને પોલીસ વચ્ચે પણ ચકમક ઝરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસને ગાડીને પણ નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો તો પીડિત પરિવારના રોકકળથી માહોલ ગમમીન બન્યો હતો. મૃતકના પરિવારને વિશ્વાસ નથી થઇ રહ્યો કે પોલીસ આ રીતે મુખજીતને એન્કાઉન્ટરમાં મારી શકે. આ ઘટનાને લઇને લોકોમાં પોલીસની કામગીરી સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે તો સ્થિતિ વધુ બગડે નહીં એ માટે પોલીસે સઘન બંદોબસ્ત પણ ખડકી દીધો છે.
First published: