8 વર્ષના બાળકે ભાઈને માર મારવાનો બદલો લેવા 1 વર્ષના બાળકની કરી હત્યા

News18 Gujarati
Updated: April 30, 2019, 11:53 AM IST
8 વર્ષના બાળકે ભાઈને માર મારવાનો બદલો લેવા 1 વર્ષના બાળકની કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર

પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકની મોટી બહેને થોડા દિવસ પહેલા આરોપીના નાના ભાઈને ધક્કો માર્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં એક આઠ વર્ષના બાળકે એક વર્ષના બાળકની હત્યા કરી નાખી છે. થોડા દિવસ પહેલા પીડિત બાળકની બહેને આરોપી બાળકના ભાઈને માર માર્યો હતો. આઠ વર્ષના બાળકે બદલો લેવાની ભાવનાથી હત્યા કરી નાખી હોવાનું પોલીસ કહી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકની મોટી બહેને થોડા દિવસ પહેલા આરોપીના નાના ભાઈને ધક્કો માર્યો હતો, જેના કારણે તે નીચે પડી ગયો હતો અને તેના માથામાં સોજો આવી ગયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી બાળકે આ બનાવ બાદ છોકરી પ્રત્યે વેરભાવ રાખ્યો હતો અને તે માટે તેના ભાઈની હત્યા કરી નાખી હતી.

ઉચ્ચ પોલીસ અધિકારી વિજય કુમારે જણાવ્યું કે, તેમને શનિવારે એક બાળક પોતાના ઘરેથી ગુમ થયું હોવાની ફરિયાદ મળી હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે જે બાળક ગુમ થયું છે તેની ઉંમર એક વર્ષની છે. બાળક તેની માતા અને બહેન સાથે તેના ઘરના ધાબા પર ઊંઘી રહ્યું હતું. બાળક રાત્રે એકથી ચાર વાગ્યાની આસપાસ ગુમ થયું હતું.

આ દરમિયાન પાડોશીનો વધુ એક બાળક ગુમ થયાનું માલુમ પડ્યું હતું. પોલીસે જણાવ્યું કે બાદમાં પોલીસને એક વર્ષના બાળકનો મૃતદેહ ગટરમાંથી મળ્યો હતો.

બાળકની જમણી આંખ, પેટ અને પગ પર ઈજાના નિશાન હતા. બાળકના જમણાં કાનમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે એઇમ્સમાં ખસેડ્યો હતો. આ માટે ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.ડીસીપીના જણાવ્યા પ્રમાણે આરોપી બાળકો શનિવારે મળી આવ્યો હતો, તે બાળકની હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું માલુમ પડ્યું છે. પોલીસ તેને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરશે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી અને પીડિતનો પરિવાર ભાડાના ઘરમાં રહે છે, બંનેના પિતા મજૂરી કામ કરે છે.
First published: April 30, 2019, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading