નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ બુધવારે જણાવ્યું હતું કે તેણે "ઉચ્ચ વળતર"નું વચન આપીને રોકાણકારોને કથિત રીતે છેતરતી મોબાઈલ એપ કંપની સાથે સંકળાયેલી જગ્યાઓ પર દરોડા પાડ્યા બાદ એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રૂ. 51.11 કરોડનું ભંડોળ જપ્ત કર્યું હતું. મેટ્રિક્સ પાર્ટનર્સ ફંડ (MPF) અને તેની સાથે જોડાયેલ કેટલીક અન્ય એપ્સના 'દુરુપયોગ'ના સંબંધમાં EDએ 9 ડિસેમ્બરે નોઈડા, પુણે અને બેંગલુરુમાં દરોડા પાડ્યા હતા. નવેમ્બર 2021માં, મેઘાલય પોલીસે MPF એપ સાથે સંકળાયેલી કંપની/વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો.
ED એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે MPF એપ એક 'કૌભાડી રોકાણ એપ્લિકેશન હતી, જે ઉચ્ચ વળતરનું વચન આપતી હતી અને ઊંચા વળતરના બહાને, દેશભરના રોકાણકારોએ આ એપ દ્વારા તેમની મહેનતની કમાણીનું રોકાણ કર્યું હતું', એજન્સીએ તપાસ દરમિયાન જાણ્યું હતુ કે, વિવિધ કંપનીઓ આ એપ સાથે જોડાયેલી છે, જે લોન, ગેમ્સ, સટ્ટા અને 'રમી' વગેરેને લગતી વિવિધ એપ પણ ચલાવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ કહ્યું કે આ સંગઠનો બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને કંપનીઓનું રજિસ્ટ્રેશન કરાવતા હતા અને આ સંસ્થાઓના ડમી ડિરેક્ટર્સ મોબાઈલ એપ્સ બનાવવા માટે ઉપયોગમાં લેતા હતા. આ પછી, તે વિવિધ પેમેન્ટ માધ્યમો દ્વારા પૈસા એકત્રિત કરતી હતી અને એપ્સના વ્યવસાય સંબંધિત પ્રકૃતિને ખોટી રીતે જાહેર કરતી હતી. ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે આ સંસ્થાઓ એપ બનાવ્યા પછી અને બેંક ખાતા ખોલ્યા પછી અલગ-અલગ પેમેન્ટ ગેટવે પર મર્ચન્ટ તરીકે પોતાની નોંધણી કરાવતી હતી. શરૂઆતમાં, લોકોને સારું વળતર અને પુરસ્કાર મળતા હતા વધુ પૈસા રોકતા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર