OMG! પ્રેમ જાળમાં ફસાવી યુવકે 30થી વધુ યુવતીઓ સાથે કર્યો રેપ

News18 Gujarati
Updated: May 17, 2019, 2:35 PM IST
OMG! પ્રેમ જાળમાં ફસાવી યુવકે 30થી વધુ યુવતીઓ સાથે કર્યો રેપ
પ્રતિકાત્મક તસવીર

2 વર્ષ પહેલા આરોપીને એક મિત્રના સહયોગથી મળી. વાતચીત શરૂ થઈ. એક દિવસ મને રાયપુર પોતાના ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું. તે સમયે તેના ઘરમાં કોઈ ન હતું.

  • Share this:
છત્તીસગઢના દુર્ગ જીલ્લાના ભીલાઈમાં રેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક યુવક પર 30થી વધારે યુવતીઓએ રેપનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, આ વ્યક્તિ પ્રેમજાળમાં ફંસાવી યુવતીઓને નિશાન બનાવતો હતો. આરોપી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 30થી વધુ મહિલાઓને પ્રેમજાળમાં ફંસાવી દુષ્કર્મ કરવા, પછી અશ્લિલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવા અને પૈસા ન આપવા પર મારપીટ કરવાનો આરોપ છે.

મહિલાઓએ આની ફરિયાદ ગૃહમંત્રી, મહિલા પંચ અને પોલીસને કરી છે. આરોપી ગગનદીપ સિંહ ઉર્ફે રિચી ભિલાઈના વૈશાલી નગરનો રહેવાસી છે. આરોપી પર દુર્ગ, ભિલાઈ, રાયપુર, જગદલપુર, જોધપુર, ઈન્દોર વગેરે શહેરોની યુવતીઓ અને મહિલાઓએ આરોપ લગાવ્યો છે. તે પ્રેમ અને લગ્નનની લાલચ આપી સંબંધ બનાવતો હતો. પછી અશ્લિલ ફોટો-વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા પડાવતો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

ભીલાઈ નિવાસી એક યુવતીએ મીડિયાને જણાવ્યું કે, 2 વર્ષ પહેલા આરોપીને એક મિત્રના સહયોગથી મળી. વાતચીત શરૂ થઈ. એક દિવસ મને રાયપુર પોતાના ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું. તે સમયે તેના ઘરમાં કોઈ ન હતું. એક દિવસ તેણે મારી પાસે બે લાખ માંગ્યા. આટલા પૈસા આપવા માટે મે ના પાડી તો, મારા અશ્લિલ ફોટો અને વીડિયો મારા પતિને દેખાડી સાર્વજનિક કરવાની ધમકી પણ આપી.

ગગનદીપ ઉર્ફે રિચી વિરુદ્ધ વૈશાલી નગરની જ એક અન્ય મહિલાએ 376નો રિપોર્ટ લખાવ્યો. ત્યારે પીડિતાને લાગ્યું કે, પતિને જણાવી દઉ પરંતુ તેની હિમ્મત ન થઈ. રિચીએ તેને ફરી ફોન કર્યો અને પૈસા લઈ મળવા બોલાવી. પીડિતાએ પોતાનો નંબર બદલી દીધો. પીડિતા પાસે ઉધાર આપનારા લોકો આવ્યા તો તેના પતિએ પુછ્યુ, ત્યારે હિમ્મતથી તેણે પૂરી વાત કરી. આ રીતે આરોપીએ ભિલાઈના સેક્ટર-7, ઈન્દોર અને રાજસ્થાનની મહિલાઓને પણ નિશાન બનાવી છે.

મળતી જાણકારી અનુસાર, આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને મારપીટ કરવાની ફરિયાદ મળી છે. મામલાની તપાસ કરવામાં આવેશે. તપાસ રિપોર્ટના આધાર પર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફરિયાદોના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...