Home /News /crime /

CRIME: આંધ્ર પ્રદેશમાં નશામાં ધૂત વ્યક્તિએ બકરાનાં બદલે મનુષ્યની બલી ચડાવી દીધી

CRIME: આંધ્ર પ્રદેશમાં નશામાં ધૂત વ્યક્તિએ બકરાનાં બદલે મનુષ્યની બલી ચડાવી દીધી

નશામાં ધૂત વ્યક્તિએ કરી નાંખી બકરાની જગ્યાએ માણસની હત્યા (પ્રતિકાત્મક તસવીર)

CRIME NEWS: આરોપી ચલપતિ પશુની બલી આપવા સમયે નશામાં હતો અને તેણે નશામાં પશુને પકડી રહેલા પીડિત સુરેશનું ગળું કાપી નાખ્યું હતું.

  Crime News in India: આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાનાં વલાસપલ્લીમાં 16 જાન્યુઆરી, રવિવારના રોજ આ ઘટના બની છે. પશુની બલી ચડાવવાં દરમિયાન પીધેલાં વ્યક્તિએ ભૂલથી (Drunked Man Killed human instead of goat) માણસની હત્યા કરી દીધી હતી. આ ઘટના સંક્રતિની ઉજવણી દરમિયાન બની હતી. આરોપી ચલપતિએ પશુઓની બલિ ચઢાવવાની અને બકરીનું માથું કાપવાનું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બલી સમયે ચલપતિ નશામાં હતો અને તેણે પ્રાણીને પકડી રહેલા સુરેશનું ગળું કાપી નાખ્યું હતું.

  આ પણ વાંચો-CRIME: સગાઇ બાદ પણ GF સાથે વાતો કરતો હતો દીકરો, ખુદ પિતાએ કરી નાંખી હત્યા, મા-બહેને લાશ ઠેકાણે પાડી

  સ્થાનિક યેલમ્મા (આંધ્રપ્રદેશની આશ્રયદાતા દેવી) મંદિરમાં પશુ બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે આ દુખદ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે લોકોનું એક જૂથ મદનપલ્લે ગ્રામીણ મંડળના વલસાપલ્લેમાં પરંપરાના ભાગ રૂપે પ્રાણીનું બલિદાન આપી રહ્યું હતું. ગામના લોકો દર વર્ષે સંક્રાંતિની ઉજવણી દરમિયાન સ્થાનિક યેલમ્મા મંદિરમાં પ્રાણીઓનું બલિદાન આપે છે અને અર્પણ કરે છે. આ ત્યાંની પરંપરા છે

  આ પણ વાંચો-સુરત: મિત્રોની સામે જ હત્યારાએ આડેધડ ઘા મારી કરી યુવકની હત્યા, આરોપીઓ જાતે જ પોલીસ સામે થયા હાજર

  35 વર્ષિય સુરેશ, જેનું ખૂબ લોહી વહી રહ્યુ હતુ, તેને તાત્કાલિક નજીકની મદનપેલે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. જ્યારે બીજી તરફ ચલપતિની પોલીસે ધરપકડ કરી છે.

  હાલમાં સુરતમાં બની હતી એક ઘટના-
  દેશી દારૂના નશામાં યુવકે પાણીની જગ્યા પર એસિડ ગટગટાવી લેતા કરૂણ મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો

  સુરતમાં (Surat)દારૂના (Alcohol)નશામાં યુવકે પાણીની જગ્યા પર એસિડ (Acid)ગટગટાવી લેતા યુવકનું કરુણ મોત નિપજ્યું છે. પિતાના મૃત્યુ બાદ વતનથી રોજીરોટી તલાશમાં સુરત આવ્યો હતો. યુવકના નિધનથી બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો છીનવાઇ ગયો છે. પરિવારજનો શોકમાં ગરકાવ થઇ જવા ગયા છે. પાંડેસરા પોલીસે (Pandesara Police)આ ઘટના બાદ આગળની તપાસ હાથ ધરી છે. યુવક મૂળ ઓડિશાનો વતની હતો. ત્રણ મહિના પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. પિતાના નિધન બાદ બે બહેન અને વિધવા માતાનો એકનો એક આર્થિક સહારો જિતેન્દ્ર સુરત આવીને સંચા ખાતામાં કામ કરતો હતો. તે પોતાની સાથે વતનમાં રહેતા બે બહેન અને માતાનું પણ ગુજરાન ચલાવતો હતો. જોકે ગત રોજ યુવક દેશી દારૂની ત્રણ જેટલી પોટલી પી જતા તેને દારૂનો નશો ચડ્યો હતો અને તે દારૂ પીધા બાદ પાણી પીવાને જગ્યા પર ભૂલમાં એસિડ ગટગટાવી ગયો હતો.  વધુ માહિતી વાંચવાં અહીં ક્લિક કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Andra Pradesh, Crime news

  આગામી સમાચાર