Home /News /crime /

પાકિસ્તાનના જુઠ્ઠાણાનો વધુ એક પર્દાફાશ, દાઉદ પાકિસ્તાનમાં જ છે

પાકિસ્તાનના જુઠ્ઠાણાનો વધુ એક પર્દાફાશ, દાઉદ પાકિસ્તાનમાં જ છે

1993માં મુંબઇના સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો ગુનેગાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અંગે પાકિસ્તાનના જુઠાણાનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયેલા એક અહેવાલ મુજબ ગુપ્ત એજન્સીઓ પાસે દાઉદ સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે જેને આધારે એ સાબિત થાય છે કે દાઉદ પાકિસ્તાનમાં જ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # 1993માં મુંબઇના સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો ગુનેગાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અંગે પાકિસ્તાનના જુઠાણાનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રસિધ્ધ થયેલા એક અહેવાલ મુજબ ગુપ્ત એજન્સીઓ પાસે દાઉદ સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે જેને આધારે એ સાબિત થાય છે કે દાઉદ પાકિસ્તાનમાં જ છે.

આટલું જ નહીં ગુપ્ત એજન્સીઓ પાસે 59વર્ષિય દાઉદનો નવો ફોટો પણ છે. જેમાં તે દાઢી મુછ વગરનો છે. 2012માં લેવાયેલ આ ફોટા મુજબ દાઉદે પોતાના ચહેરા પર કોસ્મેટીક સર્જરી કરાવી નથી.

આ દસ્તાવેજમાં માત્ર દાઉદના ઘરનું સરનામું જ નહીં પરંતુ એમાં એનો મોબાઇલ નંબર પણ છે. આ પુરાવા પાકિસ્તાનના હાઇકમિશ્નર અબ્દુલ બાસિતના એ દાવાનો પર્દાફાશ કરવા પુરતો છે કે દાઉદ પાકિસ્તાનમાં નથી. તેમણે કહ્યું હતું કે, દાઉદ પાકિસ્તાનમાં નથી તો ભારતને સોંપવાનો સવાલ જ નથી આવતો. પરંતુ આ દસ્તાવેજ સાબિત કરે છે કે દાઉદ પાકિસ્તાનમાં જ છે.

ગુપ્ત એજન્સીઓને દાઉદની પત્નિ મેહજબીન શેખનું એપ્રિલ 2015નું ટેલિફોન પણ મળ્યું હતું. જેમાં કરાંચી નજીક ક્લિફ્ટન કોલોનીનું સરનામું છે. દાઉદની પત્નિ મેહજબીન શેખ, પુત્ર મોઇન નવાજ, પુત્રી માહરૂખ, મહરીન અને માજીયા સાથે રહે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પાકિસ્તાનના એનએસએ વડા અજીજ સાથે વાતચીતમાં આ પુરાવા રજુ કરી દાઉદ ભારતને સોંપવા દબાણ કરશે. જોકે આ વાતચીત રદ થવાના અણસાર મળી રહ્યા છે કારણ કે પાકિસ્તાન આતંકવાદના મુદ્દે વાતચીતથી બચવા માટે હુર્રિયત નેતાઓ સાથે મળવાનું રટણ ચાલુ રાખી અવળચંડાઇ કરી રહ્યું છે.
First published:

Tags: અજીત ડોવાલ, એનએસએ, દાઉદ ઇબ્રાહિમ, પાકિસ્તાન, ભારત, સરતાજ અજીજ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन