Home /News /crime /

પાટણઃડોક્ટરનું અપહરણ કરી રૂ.50લાખની માંગણી,પોલીસ પર કર્યો જીવલેણ હુમલો

પાટણઃડોક્ટરનું અપહરણ કરી રૂ.50લાખની માંગણી,પોલીસ પર કર્યો જીવલેણ હુમલો

પાટણઃપાટણ શહેરમાં આજે ડોક્ટરનું અપહરણ થયા બાદ ગણતરીના કલાકો માં જ પોલીસે ૩ અપહરણકર્તાઓને ઝડપી ડોક્ટરને બચાવી લીધા હતા. અને ૩ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે . ડોક્ટરને છોડાવવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો કરાયો હતો.

  • News18
  • Last Updated :
પાટણઃપાટણ શહેરમાં આજે ડોક્ટરનું અપહરણ થયા બાદ ગણતરીના કલાકો માં જ પોલીસે ૩ અપહરણકર્તાઓને ઝડપી ડોક્ટરને બચાવી લીધા હતા. અને  ૩ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે . ડોક્ટરને છોડાવવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો કરાયો હતો.

patan doctor

પાટણ બસ સ્ટેશન વિસ્તારમાં ચામડીના રોગોની હોસ્પિટલ ચલવતા ડો.ધનજય પ્રજાપતિ રાત્રે પોતાના હોસ્પિટલમાંથી કામ પતાવી પોતાની  ગાડી લઇ બસ સ્ટેશન રોડથી ઘર તરફ જવા નીકળ્યાં હતા તે દરમ્યાન સ્વીફટ ગાડી ચાલકે પાછળથી ગાડીને ટક્કર મારી ડોક્ટરની  ગાડીને ઓવરટેક કરી ઉભી રખાવી હતી.

patan doctor2

અને ગાડીને નુકસાન થયું છે તે બાબતે રકઝક કરતા ડોકટર નીચે ઉતરતા ડોક્ટર ને બે  ઈસમો પકડી એક ઇસમેં ડોક્ટરના ગળા પર ગુપ્તી મૂકી તેમનું અપહરણ કરી પોતાની ગાડીમાં બેસાડી અમદાવાદ તરફ લઇ ગયા હતા અને ડોક્ટરના મોબાઈલમાંથી તેમના ભાઈ અલ્પેશ પ્રજાપતિ ને ફોન કરી રૂપિયા ૫૦ લાખ ની ખંડણી માંગી હતી.

ડોક્ટરનું અપહરણ  થયું હોવાનું તેમના પરિવારજનોને જાણ થતા તેઓ તરત જ પોલીસને જાણ કરી હતી અને એએસપી ના માર્ગ દર્શન હેઠળ પોલીસની ત્રણ ટીમ બનાવી જેમાં એલ સી બી પી ફર્લો સ્કોર્ડ અને એસ ઓ જી ની ત્રણ ટીમો દ્વારા અપહરણકર્તાઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા. અને ડો. ધનજયને શોધવાની તજવીજ હાથ ધરી હતી.

જેમાં  અપહરણ કર્તાઓ મહેસાણા તરફથી સ્વીફ્ટ ગાડી લઇ ચાણસ્મા તરફ આવી રહ્યા છે તેવી પોલીસ ને બાતમી મળતા પોલીસે ની ત્રણેય ટીમો પ્રીઈવેટ ગાડીઓમાં ચાણસ્મા હાઇવે પર વોચ ગોઠવી ઉભા હતા તે દરમ્યાન નંબર પ્લેટ વગર ની લાલ સ્વીફ્ટ ગાડી આવતા પોલીસે તેને ઉભી રખાવી તેને ચારેય તરફ બંદોબસ્ત ગોઠવી ગાડી ના ડાઈવર ને પૂછતાં તેમાં ડોકટર ધનજય દેખાતા પોલીસે તેમને પકડવાનો પ્રયાસ કરતા અપહરણકર્તાઓએ પોલીસ પર  ગુપ્તી વડે હુમલો કરતા એલ સી બી પી આઈ રાણા અને એલ સી બી કોન્સ્ટેબલ દશરથજી ને ઈજા પોહચી હતી.

પરંતુ પોલીસે જબાઝોરી કરી ને પણ ડોકટર ને ગાડીમાં સહીસલામત ઉતારી તેમને બચાવી લીધા હતા. ને ત્રણેય અપહરણ કર્તાઓ ને ઝડપી પાડ્યા હતા અને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા છે. અને ડો ધનજય નો જીવ બચવી લીધો છે.

અપહરણકર્તા ભાવેશ બળદેવભાઈ દેસાઈ (રહે. ઝીલીયા, ચાણસ્મા તાલુકો) ૨ ભાર્ગવ બળદેવભાઈ દેસાઈ (રહે. ઝીલીયા) અને ૩ શૈલેશ અમરતભાઈ દેસાઈ (રહે. સરદારપુરા, તા. ચાણસ્મા)ને જેલ હવાલે કર્યા છે. તેમાંથી તો બે સગા ભાઈઓ છે આ તમામ ને પોલીસે ઝડપી જેલ ના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.
First published:

Tags: અપહરણ, ક્રાઇમ, ગુજરાત, ડોક્ટર, પાટણ, પોલીસ`, હુમલો

આગામી સમાચાર