ડિવોર્સી મહિલા સાથે સતત ત્રણ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ અને પછી..

News18 Gujarati
Updated: October 25, 2019, 10:08 PM IST
ડિવોર્સી મહિલા સાથે સતત ત્રણ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ અને પછી..
પ્રતિકાત્મક તસવીર

ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં જ આરોપીના પીડિતા સાથે લગ્ન કરાવી દેવાયા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ  બેગુસરાય Begusarai)માં પ્રેમ (love), સેક્સ (sex) અને દઘાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ મામલામાં આરોપીએ લગ્નની (Marriage) લાલચ આપીને ડિવોર્સી મહિલા સાથે સતત ત્રણ વર્ષ સુથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થઇ છે. ફરિયાદના આધારે પોલીસે (Police) આરોપીની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં જ આરોપીના પીડિતા સાથે લગ્ન કરાવી દેવાયા હતા. લગ્ન બાદ સાસરીવાળા મહિલાને રાખવા માટે તૈયાર નથી. માર મારીને તેણીને ઘરેથી હાંકી કાઢી હતી. મહિલા હવે ન્યાય માટે તંત્રને મદદની અપીલ કરી રહી છે.

અંધારામાં રાખીને દવા ખવડાવીને કરાવ્યો ગર્ભપાત
બેગુસરાયમાં લગ્નની લાલચ આપીને ડિવોર્સી મહિલાનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. મહિલા જ્યારે ગર્ભવતી થઇ ત્યારે આરોપીએ તેને દગો કરીને ગર્ભપાતની દવા ખવડાવીને ગર્ભપાત કરાવી દીધો હતો. મહિલાની હાલત બગડી તો હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.

આ પણ વાંચોઃ-ફર્સ્ટ ટાઇમ સેક્સ: મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ છે અનુભવ

મહિલાને ગંભીર હાલતમાં મૂકીને હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. મહિલાએ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પીડિતાનો આરોપ આરોપીની ધરપકડ બાદ પોલીસ અને પંચો દ્વારા પોલીસ સ્ટેશનમાં જ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-Diwali2019 પહેલા ભારતીયોને મોટી ગિફ્ટ, આ દેશ માટે નહીં લેવા પડે વિઝાદહેજની માંગણી કરીને માર માર્યો અને મહિલાને ઘરેથી હાંકીકાઢી
મળતી માહિતી પ્રમાણે મહિલાના પોતાના પતિથી વર્ષ 2016માં તલાક થઇ ગયા હતા. તલાક બાદ પોતાના પિયર રહેવા લાગી હતી. મહિલાનો આરોપ છે કે લગ્ન બાદ ત્રણ સપ્ટેમ્બર સાસરીએ પહોંચી તો પતિ અને સાસરીયાઓએ દહેજમાં એક વિગા જમીન અને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-અમરેલીઃ Diwali 2019 પહેલા મહિલા તલાટી 'આવું' કામ કરતા રંગેહાથે ઝડપાઈ

ત્યારબાદ તેની સાથે મારમારી કરીને ઘરેથી હાંકી કાઢી હતી. મહિલાનો આરોપ છે કે તેના પતિએ પોલીસ સાથે મળીને તેની ઉપર ખોટો કેસ કર્યો છે. આ મામલામાં ડીએસપી રાજન સિન્હાએ જણાવ્યું હતું કે યુવક-યુવતીએ લગ્ન કર્યા હતા પરંતુ સાસરિયાઓ તેને રાખવા માટે તૈયાર નથી. આ મામલે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.
First published: October 25, 2019, 10:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading