ધાનેરા સબ જેલમાંથી લૂંટ-હત્યાના ખુંખાર 5 આરોપી ફરાર

ધાનેરાઃધાનેરા સબ જેલમાંથી લૂંટ,ચોરી અને હત્યા કેસમાં જેલમાં રહેલા 5 આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા ચકચાર મચી છે. પોલીસે નાક બચાવવા માટે ફરાર આરોપીને પકડવા નાકાબંધી સહીત કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતીમાં જેલની જાળી વચ્ચે જગ્યા બનાવી ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ધાનેરાના પીઆઈ ચૂડાસમાની ગંભીર બેદરકારીથી આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હોવાનું મનાય છે.

  • News18
  • Last Updated :
  • Share this:
ધાનેરાઃધાનેરા સબ જેલમાંથી લૂંટ,ચોરી અને હત્યા કેસમાં જેલમાં રહેલા 5 આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા ચકચાર મચી છે. પોલીસે નાક બચાવવા માટે ફરાર આરોપીને પકડવા નાકાબંધી સહીત કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતીમાં જેલની જાળી વચ્ચે જગ્યા બનાવી ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ધાનેરાના પીઆઈ ચૂડાસમાની ગંભીર બેદરકારીથી આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હોવાનું મનાય છે.

danera kedi farar

ધાનેરા સબજેલમાં એક જ બેરેકમાં પાંચેય કાચાકામના કેદીઓ રહેતા હતા.એક રાજસ્થાન, એક જૂનાગઢ અને ત્રણ ધાનેરાના આરોપી હતા.ગત મધ્યરાત્રીએ આરોપીઓ સબજેલમાં લોખંડની જાળીમાં જગ્યા બનાવી ફરાર થઇ ગયા હતા.

કેદીઓના ફરાર થવા મામલે એસઓજી-એલસીબીની ટીમ તેમજ ડીવાયએસપી ઉમેશ પટેલ ધાનેરા સબજેલમાં પહોંચ્યા છે. તપાસમાં બેરેક ખુલ્લુ હોવાથી આરોપી ભાગવામાં સફળ રહ્યાનું ખુલ્યું છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે,બેરેક ખુલ્લુ રાખવા પાછળ શું હતો હેતુ ? આરોપીઓને ભગાડવામાં જેલ તંત્રનો હાથ હોઈ શકે છે?

ફરાર આરોપી પૈકી 4 ચોરી, લૂંટના ગુનામાં સંડોવાયેલા છે. હરકન રબારી રૂ.14 લાખની ચોરીનો માસ્ટર માઈન્ડ, ગમુજી રાજપૂત હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો. વિનાજી રાણા, રજીત કાઠી, તેજા ઠાકોર ચોરી, લૂંટના આરોપી  છે. તમામ આરોપી રાતના 12 વાગ્યા બાદ ફરાર થયા હતા.
ભાગી ગયેલા કેદીઓ

-ગમુજી મલુજી રાજપૂત, (ઉં.19)

- વિનાભાઈ જયંતીભાઈ માજીરાણા ((ઉં. 25)

- હરકનભાઈ ધનાભાઇ રબારી (ઉં. 35)

- રજીતભાઈ જીતુભાઈ કાઠી (ઉં. 39)

- તેજાભાઈ હરચંદભાઈ ઠાકોર (ઉં.44)
First published: