ઉપેશ સિંહા, બલરામપુર: છત્તીસગઢના બલરામપુર જિલ્લા (Balrampur district- Chhattisgarh)ના સનાવલ પોલીસ મથક હેઠળ આવતા એક ગામમાં 17 જુલાઈના રોજ થયેલી એક હત્યાનો ગુનો (Murder mystry) ઉકેલાય ગયો છે. પોલીસનો દાવો છે કે વ્યક્તિના મોતમાં તેની પત્ની સંડોવાયેલી છે. પત્નીએ જ તેના પતિની દોરડાથી ટૂપો આપીને હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પત્ની (Wife arrest for kills husband)ની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. હત્યાનું કારણ પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધ કહેવામાં આવી રહ્યું છે. આ અન્ય પુરુષ બીજું કોઈ નહીં પરંતુ મહિલાનો દીયર છે. આરોપી મહિલા પતિની હત્યા કર્યાં બાદ દેરાણીના પરિવારના લોકોને ફસાવવાની તૈયારીમાં જ હતી ત્યારે પોલીસે હત્યાને ભેદ ઉકેલીને તેણીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી.
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અમિત બઘેલના જણાવ્યા પ્રમાણે 17મી જુલાઈના રોજ આરોપી મહિલા પોલીસ મથક આવી હતી અને પતિની હત્યાની ફરિયાદ લખાવી હતી. આરોપીએ ફરિયાદમાં લખાવ્યું કે તેની દેરાણીના પરિવારના લોકોએ તેના પતિની હત્યા કરી નાખી છે. દેરાણી સાથે આડા સંબંધ મામલે તેણીના પરિવારના લોકોએ તેના પતિને બોલાવ્યો હતો અને ખૂબ માર માર્યો હતો. માર બાદ તેના પતિને ખૂબ ઈજા પહોંચી હતી. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મહિલાની ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટ મોર્ટમ દરમિયાન ખુલાસો થયો કે આરોપીનું મોત મારપીટને કારણે નહીં પરંતુ ગળું દબાવવાને કારણે થયું હતું. જે બાદમાં હરકતમાં આવેલી પોલીસે ઊંડી તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે મૃતકની પત્નીની આકરી પૂછપરછ કરી તો માલુમ પડ્યું કે, આરોપીના તેના દીયર સાથે છેલ્લા બે વર્ષથી આડા સંબંધ હતા. 12 જુલાઈના રોજ મહિલા અને તેના દીયરને સંબંધ બાંધતા તેની દેરાણીએ જોઈ લીધા હતા. જે બાદમાં દેરાણી અને દીયર વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો. દેરાણી કોઈને આ વાત અંગે કહી ન દે તે માટે આરોપી મહિલાએ ષડયંત્ર રચ્યું હતું.
પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાએ પોતાના પતિને ડરાવી ધમકાવીને દારૂ પીવડાવી તેની દેરાણી સાથે ગંદુ કામ કરવાનું કહ્યું હતું. મહિલા તેમાં સફળ પણ રહી હતી. જે બાદમાં આરોપી મહિલાની દેરાણી દુઃખી થઈને પોતાના પિયર ચાલી ગઈ હતી અને આ વાત તેમના પિયરના લોકોને કહી હતી. જે બાદમાં મૃતક અને તેની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી. મૃતકે વાત સ્વીકાર લીધી હતી, જે બાદમાં મૃતક અને આરોપી મહિલા સાથે દેરાણીના પરિવારના લોકોએ મારપીટ કરી હતી.
બાદમાં આરોપી પત્નીએ હૉસ્પિટલમાં તેના પતિની સારવાર પણ કરાવી અને બીજા દિવસે તેની હત્યા કરી નાખી હતી. આરપીએ હત્યાનો આરોપ દેરાણીના પિયરના લોકો પર મૂક્યો હતો. હત્યા પહેલા પત્નીએ તેના પતિને ખૂબ દારૂ પીવડાવ્યો હતો, જે બાદમાં દોરડાથી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પતિનું મોત થતાં પત્નીએ પોલીસ સ્ટેશન જઈને પોતે ઘડી કાઢેલી વાર્તા કહી સંભળાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર