ક્રૂરતાની હદ પાર! નરાધમે રૂ.10ની લાલચ આપી 7 વર્ષની બાળકી પીંખી નાંખી, ગુપ્તાંગમાંથી વહેતું રહ્યું લોહી

દિલ્હી પોલીસ અને દુષ્કર્મની પ્રતિકાત્મક તસવીર

delhi crime news: દિલ્હીના (delhi crime news) રણજીત નગર વિસ્તારમાં એક વ્યક્તિએ સાત વર્ષની બાળકીને 10 રૂપિયાની લાલચ (7 year old girl raped) આપી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ.

  • Share this:
    નવી દિલ્હીઃ રાજધાનીમાં માનવતાને લજ્જાવતો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના (delhi crime news) રણજીત નગર વિસ્તારમાં એક વ્યક્તિએ સાત વર્ષની બાળકીને 10 રૂપિયાની લાલચ (7 year old girl raped) આપી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ. આ ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. આ બાબતની તાત્કાલિક નોંધ લઈને દિલ્હી મહિલા આયોગે (Delhi Women's Commission) દિલ્હી પોલીસને (delhi police notice) નોટિસ ફટકારી છે.

    આયોગે માહિતી આપી હતી કે આયોગને 22 ઓક્ટોબરે દિલ્હીના રણજીત નગર વિસ્તારમાં એક બાળકી પર દુષ્કર્મ થયાની માહિતી મળી હતી. જે મુજબ એક 7 વર્ષની બાળકીને 10 રૂપિયાની નોટ બતાવતા એક વ્યક્તિએ તેને બોલાવ્યો હતો અને પછી તેને લઈ ગયો હતો અને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટના બાદ બાળકના પિતા તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં તેનું લોહી વહેતું અટક્યું ન હતું. ત્યારબાદ તેને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી જ્યાં હાલમાં બાળકીને ગંભીર હાલતમાં છે.

    આ બાબતની નોંધ લઈને આયોગની ટીમે બાળકી પાસે પહોંચી હતી અને પોલીસને નોટિસ મોકલીને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આયોગે પોલીસ પાસેથી આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરની વિગતો તેમજ આરોપીઓની ધરપકડ અંગે માહિતી માંગી છે. આયોગે પૂછ્યું છે કે, આરોપીઓની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસ શું પગલાં લઈ રહી છે. દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને આ કેસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.

    આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

    આ ઘટના બાદ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, "હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. તે ખૂબ જ ચિંતા અને શરમની વાત છે કે નાની બાળકીઓ પર બળાત્કારના કેસ વારંવાર અમારી સામે આવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ-દિવાળી ટાણે દીવથી દારૂની હેરાફેરી! જેતપુર ડેપોના ડ્રાઈવર કંડક્ટર દારૂ સાથે ઝડપાયા, આઈડિયા ગજબનો

    આ સિસ્ટમની નિષ્ફળતા જ છે કે નાની બાળકીઓ સાથે બળાત્કારના કેસોને રોકવામાં અસમર્થ છે. અમે ભૂતકાળમાં ઘણી વાર આ મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ આ કેસો સમાપ્ત થયા હોય તેવું લાગતું નથી.

    આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

    કડક પગલાં લઈને જ બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓને અટકાવી શકાય છે. અમારી ટીમ પીડિતા અને તેના પરિવાર સાથે સતત હાજર છે અને અમે તેમને દરેક રીતે મદદ કરવા માટે તત્પર છીએ. હું આ કેસમાં દિલ્હી પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરું છું, આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને વહેલી તકે ફાંસીની સજા થવી જોઈએ.'
    Published by:ankit patel
    First published: