દિલ્હીની યુવા ડોક્ટરની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી ડોક્ટરની ધરપકડ

News18 Gujarati
Updated: May 3, 2019, 2:46 PM IST
દિલ્હીની યુવા ડોક્ટરની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી ડોક્ટરની ધરપકડ
ડો. ગરીમા, ડો. વર્મા

ગરીમાના મકાન માલિકના જણાવ્યા પ્રમાણે એપાર્ટમેન્ટના ત્રીજા માળે ડો. ગરીમા એક રૂમમાં રહેતી હતી. તેની બાજુમાં બે પુરુષ ડોક્ટર, ચંદ્રપ્રકાશ વર્મા અને રાકેશ રહેતા હતા.

  • Share this:
નવી દિલ્હી : ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં એક 25 વર્ષીય મહિલા ડોક્ટરનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે અન્ય એક ડોક્ટરની ધરપકડ કરી છે. મહિલાની તેના ઘરે જ હત્યા કરી નાખવામાં આવી હતી.

મધ્ય દિલ્હીના રણજીત નગર ખાતેથી ડો. ગરીમા મિશ્રાનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતા. પોલીસને ઘટનાસ્થળેથી એક તૂટેલું ચપ્પુ મળી આવ્યું હતું. હત્યાના દિવસથી ગરીમાના પાડોશી ડોક્ટર ચંદ્ર પ્રકાશ વર્મા ગાયબ હતો. હત્યા બાદ ડો. વર્મા તેના ઘરેથી બેગ લઈને બહાર જતો સીસીટીવીમાં નજરે પડ્યો હતો. પોલીસે તેની ઝારખંડના રૂરખીમાંથી ધરપકડ કરી છે.

ગરીમાના મકાન માલિકના જણાવ્યા પ્રમાણે એપાર્ટમેન્ટના ત્રીજા માળે ડો. ગરીમા એક રૂમમાં રહેતી હતી. તેની બાજુમાં બે પુરુષ ડોક્ટર, ચંદ્રપ્રકાશ વર્મા અને રાકેશ રહેતા હતા. મકાન માલિકે છેલ્લે ડોક્ટર ગરીમાને મંગળવારે રાત્રે 11.45 વાગ્યે જોઈ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ડો. વર્માની જ્યારે રુરકીની કેનાલ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે કેનાલમાં કૂદીને આપઘાત કરવા જઈ રહ્યો હતો. મોબાઇલ ફોનના રેકોર્ડ અને વોટ્સએપની ગતિવિધિ પરથી તેની શોધખોળ કરવામાં આવી હતી. ડો. વર્માએ ડો. ગરીમાની હત્યા કરી હોવાનું કબૂલ કરી દીધું હતું. આરોપીને શોધવા માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વિવિધ જગ્યાએ દરોડાં કરવામાં આવ્યા હતા.

ડો. ગરીમા એમબીબીએસનો અબ્યાસ પૂરો કર્યા બાદ એમડીની તૈયારી કરી રહી હતી. પોલીસને જણાવ્યા પ્રમાણે તેણી ઉત્તર પ્રદેશના બહુરઇચમાંથી અભ્યાસ માટે દિલ્હી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ગરીમા અને ડો. વર્મા બંને ભૂતકાળમાં સાથે કામ કરી ચુક્યા છે, તેમજ બંને ઉચ્ચાભ્યાસની તૈયારી કરી રહ્યા હતા.

પોલીસ સૂત્રોએ ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "ચંદ્રપ્રકાશ વર્મા ગરીમાને પસંદ કરતો હતો, પરંતુ તેણી તેને એક સારા મિત્ર તરીકે જ જોતી હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. શક્ય છે કે ડો. વર્માને બદલાની ભાવનાથી તેની હત્યા કરી નાખી હોય."
First published: May 3, 2019, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading