પુત્રીની આતંકી સંગઠન ISમાં જોડાવાની જીદ, નિવૃત્ત મેજરે માંગી NIAથી મદદ

Haresh Suthar | News18
Updated: September 21, 2015, 1:02 PM IST
પુત્રીની આતંકી સંગઠન ISમાં જોડાવાની જીદ, નિવૃત્ત મેજરે માંગી NIAથી મદદ
આતંકવાદી સંગઠન IS પોતાની બર્બરતા માટે વિશ્વમાં કુખ્યાત થઇ રહ્યું છે તો બીજી તરફ આ સંગઠન પ્રત્યે યુવા વર્ગનું વધતું આકર્ષણ ચિંતાનું કારણ બની રહ્યું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો દિલ્હીમાં સામે આવ્યો છે. હિન્દુ પરિવારની અને નિવૃત્ત મેજરની પુત્રીએ આઇ.એસમાં જોડાવાની જીદ કરતાં મેજર પિતા પણ વિસામણમાં મુકાયા છે અને પુત્રીને સમજાવવા માટે NIAની મદદ માંગી છે.

  • News18
  • Last Updated: September 21, 2015, 1:02 PM IST
  • Share this:
નવી દિલ્હી # આતંકવાદી સંગઠન IS પોતાની બર્બરતા માટે વિશ્વમાં કુખ્યાત થઇ રહ્યું છે તો બીજી તરફ આ સંગઠન પ્રત્યે યુવા વર્ગનું વધતું આકર્ષણ ચિંતાનું કારણ બની રહ્યું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો દિલ્હીમાં સામે આવ્યો છે. હિન્દુ પરિવારની અને નિવૃત્ત મેજરની પુત્રીએ આઇ.એસમાં જોડાવાની જીદ કરતાં મેજર પિતા પણ વિસામણમાં મુકાયા છે અને પુત્રીને સમજાવવા માટે NIAની મદદ માંગી છે.

દિલ્હી યુનિવર્સિટીની એક મોટી કોલેજમાં ભણેલી હિન્દુ યુવતી આતંકી સંગઠન આઇએસને જોઇન કરવાનો પ્રયાસ કરતાં એના પિતા નિવૃત્ત મેજરે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) પાસે મદદ માંગી છે. જેને પગલે ઇન્ટેલીજન્સ બ્યૂરો(આઇબી)ના કેટલાક અધિકારીઓએ આ યુવતીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આતંકી સંગઠન જોઇન કરવાનો વિચાર કેટલી હદે ખોટો છે.

અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર સેનાના નિવૃત્ત લેફ્ટિનેન્ટ કર્નલની 20 વર્ષિય પુત્રી ત્રણ વર્ષ અગાઉ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઓસ્ટ્રેલિયા ગઇ હતી. જ્યારે તે પરત ફરી તો બદલાઇ ચૂકી હતી.

ઇન્ટેલીજન્સના સુત્રોના જણાવ્યા અનુસાર, યુવતીના પિતાએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)નો સંપર્ક કર્યો અને એની હિલચાલનો રિપોર્ટ આપ્યો હતો. તેમણે પોતાની પુત્રીનું કાઉન્સેલિંગ કર્યું અને કટ્ટરપંથીઓથી દુર રહેવા પણ સમજાવ્યું. એજન્સી હાલ આઇબીના સંપર્કમાં છે જે હાલ આ કેસ હેન્ડલ કરી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કેટલાક મહિના પહેલા પૂર્વ આર્મી ઓફિસરને પુત્રીના કોમ્પ્યુટરમાંથી IS સાથે સંકળાયેલા ઇન્ટરનેટ કોમ્યુનિકેશન અંગે જાણકારી મળી હતી. પિતાએ વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે પુત્રી આઇએસમાં ભરતી કરાવતા કેટલાક શખ્સોના સંપર્કમાં હતી અને સંગઠન જોઇન કરવા માટે સીરિયા જવા ઇચ્છતી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર મેજરની પુત્રીની યોજના હતી કે પહેલા તે ધર્મ પરિવર્તન કરાવશે અને બાદમાં ઓસ્ટ્રેલિયા થઇને સીરિયા જશે.
First published: September 21, 2015, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading