દુષ્કર્મના આરોપીને પકડવા માટે મહિલા PSIનો ગજબનો આઈડિયા, પહેલા બનાવ્યો મિત્ર પછી રેસ્ટોરન્ટમાં બોલાવ્યો

પકડાયલો આરોપી અને મહિલા પીએસઆઈની તસવીર

Delhi news: કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી હતી. તો સૌથી પહેલા તેને ટ્રેક કરવો મોટો પડકાર હતા. પોલીસે પહેલા ફેસબુક ઉપર એ વ્યક્તિની શોધ કરી હતી. આ માટે સૈનીને ફેસબુક ઉપર એક નવી પ્રોફાઈલ બનાવી હતી.

  • Share this:
    નવી દિલ્હીઃ એક સગીરા સાથે દુષ્કર્મના આરોપીને 24 વર્ષીય વ્યક્તિને પકડવા માટે દિલ્હી પોલીસની (Delhi police) મહિલા સબ ઇન્સ્પેક્ટર (lady sub Inspector) પ્રિયંકા સૈનીએ જે રીત અપવનાવી હતી. તેના માટે પોલીસ બેડામાં વખાણ થવા લાગ્યા છે. ડાબરી પોલીસ સ્ટેશનમાં (police station) કાર્યરત દિલ્હી પોલીસની આ મહિલા સબ ઇન્સ્પેક્ટરે પહેલા સોશિયલ મીડિયા (social media) ઉપર ટ્રેક કર્યો અને પછી તેની સાથે દોસ્તી કરી હતી. અને પછી એક દિવસ કોઈ બહાના હેઠળ આરોપીને રેસ્ટોરન્ટમાં મળવા બોલાવ્યો હતો અને સબ ઇન્સ્પેક્ટરે આરોપીને પકડી લીધો હતો.

    પીડિતાએ પોલીસને જણાવ્યું હતી કે થોડા મહિનાઓ પહેલા પોતાના ઘર પાસે એક વ્યક્તિને મળી હતી. બંને વચ્ચે પ્રેમ થયો હતો અને પછી શારીરિક સંબંધ બંધાયો હતો. પરંતુ ત્યારબાદ આરોપી તેનાથી દૂર થવા લાગ્યો હતો. પીડિતા પ્રમાણે તેણે પોતાનો ફોન નંબર પણ આપ્યો નહીં.

    એટલા માટે પીડિતાએ પોલીસમાં તેના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તો પોલીસ માટે આરોપીને શોધવો સરળ ન્હોતો. આવી સ્થિતિમાં સબ ઇન્સ્પેક્ટર સૈનીની ચતુરાઈથી શાતિર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

    સબ ઇન્સ્પેક્ટર પ્રિયંકા સૈનીના જણાવ્યા પ્રમાણે કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરી હતી. તો સૌથી પહેલા તેને ટ્રેક કરવો મોટો પડકાર હતા. પોલીસે પહેલા ફેસબુક ઉપર એ વ્યક્તિની શોધ કરી હતી. આ માટે સૈનીને ફેસબુક ઉપર એક નવી પ્રોફાઈલ બનાવી હતી. સૈનીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર અનેક લોકોને ફ્રેન્ડ રિક્વેક્ટ મોકલી પરંતુ માત્ર આરોપીએ જ તેનો જવાબ આપ્યો હતો.

    ત્યારબાદ પ્રિયંકા સૈનીએ આરોપી સાથે ચેટ કરવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન વાતચીત આગળ વધી તો મહિલા એસઆઈએ તેને મળવા માટે બોલાવ્યો હતો. પ્રિયંકા સૈનીએ જણાવ્યં કે 31 જુલાઈએ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તે દ્વારકામાં એક બંગડીની દુકાનમાં કામ કરતો હતો. છેલ્લા દોઢ વર્ષમાં અનેક યુવતીઓ સાથે તે આવું કરી ચુક્યો છે.
    Published by:ankit patel
    First published: