દરરોજના ઝઘડાથી કંટાળી યુવકે તેની બંને પત્નીઓની હત્યા કરી નાખી

પોલીસે પૂછપરછમાં આરોપી પતિએ જણાવ્યું કે તેની બંને પત્નીઓ એકબીજા સાથે દરરોજ ઝઘડા કરતી હતી, જેનાથી તે પરેશાન થઈ ગયો હતો.

News18 Gujarati
Updated: July 3, 2019, 7:56 AM IST
દરરોજના ઝઘડાથી કંટાળી યુવકે તેની બંને પત્નીઓની હત્યા કરી નાખી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 3, 2019, 7:56 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : દેશની રાજધાની દિલ્હીમાં એક મોટાં સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ પોતાની બે પત્નીઓની ગળું દબાવીને હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. જાણકારી બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સાથે જ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે, આ બનાવ દક્ષિણ દિલ્હીમાં બન્યો છે. આરોપીનું નામ જમશેદ આલમ છે. આલમે બે લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આલમે પોતાની પત્નીઓનાં ઝઘડાથી પરેશાન થઈને બંનેની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી આલમની બંને પત્નીએ એકબીજા સાથે ઝઘડાં કરતી હતી, જેનાથી તે પરેશાન થઈ ગયો હતો. આનાથી છૂટકારો મેળવવા માટે આલમે ઇસ્મત પરવીન અને જબનાની હત્યા કરી નાખી હતી. હત્યાના આરોપમાં આલમની 27 જૂનના રોજ ઘરપકડ કરી લેવામાં આવી હતી.

આરોપી પતિની ધરપકડ

પોલીસે જણાવ્યું કે બંને પત્નીઓની હત્યા કર્યા બાદ જમશેદ આલમ બિહાર ખાતે આવેલા પોતાના ઘરે ભાગી ગયો હતો. પરંતુ જ્યારે દિલ્હી પોલીસ ત્યાં પહોંચી તો તે દિલ્હી આવી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આલમની હિન્દુરાવ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે પોતાના એક મિત્રને મળવા માટે જઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેની બંને પત્નીઓ એકબીજા સાથે રોજ ઝઘડા કરતી હતી, જેનાથી તે પરેશાન થઈ ગયો હતો. આ જ કારણે તેણે બંનેની હત્યા કરી નાખી હતી.
First published: July 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...