Home /News /crime /

યુવકની તેની પત્નીની નજર સામે જ તેના બે મિત્રોએ છરી મારી કરી હત્યા

યુવકની તેની પત્નીની નજર સામે જ તેના બે મિત્રોએ છરી મારી કરી હત્યા

પ્રતીકાત્મક તસવીર

મળતી માહિતી પ્રમાણે પીડિત યુવક અને આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ રહ્યો છે.

    નવી દિલ્હી : દિલ્હી નજીક આવેલા નંગલોઈમાં એક સામાન્ય વાતમાંથી થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવકની તેના જ બે મિત્રએ હત્યા કરી નાખી હતી. હત્યા સમયે યુવકની પત્ની ત્યાં હાજર હતી. ત્રણેય મિત્રો દારૂ પીવા માટે મળ્યાં હતા. દારૂના નશામાં કોઈ વાતને લઈને ત્રણેય વચ્ચે ઝઘડો થયો હતો.

    મૃતક યુવકની ઓળખ દીપક તરીકે કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પીડિત યુવક અને આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ રહ્યો છે.

    પોલીસના જણાવ્યા પ્રમાણે નંગલોઈ પોલીસને બનાવ અંગે ગુરુવારે રાત્રે 3.28 વાગ્યે જાણ કરવામાં આવી હતી.

    પોતાની ફરિયાદમાં મૃતક દીપકની પત્નીએ જણાવ્યું હતું કે તેનો પતિ બુધવારે રાત્રે જ હરિદ્વારની ટ્રીપમાંથી પરત ફર્યો હતો.

    આ પણ વાંચો : સુરતમાં આધેડ મહિલાની તેના જ ઘરમાં ઘુસીને કરાઇ ઘાતકી હત્યા

    દીપકે પોતાના બે મિત્રોને ઘરે આમંત્રણ આપ્યું હતું. તમામ લોકોએ સાથે ભોજન લીધું હતું અને દારૂનું સેવન કર્યું હતું. અચાનક તેમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિને લઈને ઝઘડો થયો હતો અને બંને આરોપીઓએ દીપકને છરીના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

    પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિત યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

    પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે, તેમજ તેમને શોધવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: New Delhi, Wife, ગુનો, દારૂ, મોત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन