Home /News /crime /

યુવતીએ મિત્રતા તોડી નાખતા યુવકે હોટલમાં બોલાવી હથોડીથી ફટકારી!

યુવતીએ મિત્રતા તોડી નાખતા યુવકે હોટલમાં બોલાવી હથોડીથી ફટકારી!

પ્રતિકાત્મક તસવીર

મુંબઈમાં કામ મળી ગયું હોવાનો ઢોંગ કરી છેલ્લી વખત મળવાની ઈચ્છા વ્યક્ત કરીને યુવકે યુવતીને હોટલમાં બોલાવી હતી.

    નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીમાં એક 24 વર્ષીય યુવકે આઠ વર્ષની મિત્રતા તોડી નાખવા બદલ તેની પ્રેમિકાને હોટલના રૂમમાં બોલાવી હથોડીથી ફટકારી હતી. પોલીસે આ સંદર્ભે સોમવારે 24 વર્ષીય યુવકની ધરપકડ કરી લીધી છે. યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

    ડેપ્યુટી પોલીસ કમિશ્નર(સાઉથ-વેસ્ટ) દેવન્દર આર્યએ આ અંગે જણાવ્યું કે, "હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોને માલુમ પડ્યું હતું કે યુવતીને થયેલી ઈજા પડી જવાને કારણે નથી થઈ. આ માટે તેમણે યુવતી સાથે આવેલા યુવકને પોલીસ ન પહોંચે ત્યાં સુધી જવા દીધો ન હતો. તપાસમાં માલુમ પડ્યું હતું કે યુવતીએ મિત્રતા ચાલુ રાખવાનો ઇન્કાર કર્યા બાદ યુવકે તેના પર હથોડીથી હુમલો કરી દીધો હતો."

    યુવતી દિલ્હીના સરોજીની નગર ખાતે તેના પરિવાર સાથે રહે છે, તેમજ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હુમલો કરનાર યુવક આરકે પુરમમમાં રહે છે. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, "યુવક અને યુવતી વચ્ચે છેલ્લા આઠ વર્ષથી મિત્રતા હતી. યુવક ક્યાંક ઠરી ઠામ ન થતો હોવાથી ત્રણ મહિના પહેલા યુવતીએ તેની સાથે મિત્રતા તોડી નાખી હતી."

    આ પણ વાંચોઃ 'તેણી મારું હૃદય ચોરી ગઈ છે,'  ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યો યુવક

    ડીસીપીએ વધુમાં કહ્યું હતું કે, "રવિવારે યુવકે મહિપાલપુરની એક હોટલમાં યુવતીને બોલાવી હતી. યુવકે યુવતીને એવું કહીને બોલાવી હતી કે તેને મુંબઈ ખાતે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ મળી ગયું છે, આથી તે મુંબઈ જતા પહેલા છેલ્લી વખત તેને મળવા માંગે છે. બંને હોટલમાં બે કલાક સુધી રોકાયા હતા. આ દરમિયાન યુવકે યુવતીને તેની સાથેના સંબંધો ચાલુ રાખવા માટે સમજાવી હતી."

    ડીસીપીએ વધુમાં કહ્યું કે, "બાદમાં યુવતી ત્યાંથી ચાલી ગઈ હતી, પરંતુ તેણી તેનું આધાર કાર્ડ હોટલ ખાતે ભૂલી ગઈ હતી. યુવતે તેને ડોક્યુમેન્ટ આપવાનું કહીને ફરીથી હોટલ ખાતે બોલાવી હતી. યુવતી હોટલ પર પહોંચતા યુવકે તેને ફરીથી તેની સાથે સંબંધ ચાલુ રાખવા માટે સમજાવી હતી. આ દરમિયાન યુવતીએ સ્પષ્ટ ના કહી દેતા યુવક ગુસ્સે ભરાયો હતો અને તેણી પર હથોડીથી હુમલો કરી દીધો હતો."

    આ પણ વાંચોઃ નવસારીઃ યુવતીએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

    યુવતી પર હથોડીથી છ જેટલા પ્રહાર કર્યા બાદ યુવકે તેને એવું માનીને છોડી દીધી હતી કે તેણીનું મોત થઈ ગયું છે. યુવકે એવું વિચાર્યું હતું કે તે આ ઘટનાને દુર્ઘટનામાં ખપાવી શકશે. પરંતુ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન યુવતી બચી ગઈ હતી અને તેનો ભાંડો ફૂટી ગયો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Couple, Friendship, Love, અફેર, ગુનો, દિલ્હી, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन