2 વર્ષથી જેલમાં હતો પતિ, બહાર આવતા જ પત્નીની કરી હત્યા, ત્રીજા માળેથી મળી લાશ
2 વર્ષથી જેલમાં હતો પતિ, બહાર આવતા જ પત્નીની કરી હત્યા, ત્રીજા માળેથી મળી લાશ
મૃતક મહિલાની તસવીર
delhi crime news: મૃતક યુવતીની ઓળખ ઝરના રૂપમાં થઈ હતી. આ લોકોના ઘરમાં જઈને કામ કરતી હતી. તેમના પતિ નંદા નાયકની સાથે સંબંધ સારો ન્હોતો. દંપતી વચ્ચે છાસવારે ઝઘડો થતો હતો.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાંથી ક્રાઈમની (delhi crime news) એક ખૌફનાક ઘટના સામે આવી છે. અહીં જેલમાંથી જામીન ઉપર છૂટેલા પતિએ પત્નીની હત્યા (husband killed wife) કરી નાંખી હતી. ત્યારબાદ લાશને પથારીમાં ફેંકીને ફરાર થયો હતો. પોલીસે આરોપીને ધરપકડ કરીને (police arrested husband) ફરીથી જેલ ભેગો કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે પત્ની છાસવારે ઝઘડો કરતી હતી. પહેલા પણ વિવાદ કરતી હતી. એટલા માટે તેને મારી નાંખી હવે મારો બદલો પુરો થયો.
પતિ પત્ની વચ્ચે છાસવારે ઝઘડો થતો હતો
આ ઘટના તુગલકાબાદ એક્સટેન્શનમાં શનિવારે સામે આવી છે. અહીં એક મકાનના ત્રીજા માળ ઉપર મહિાલની લાશ મળી હતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
મૃતક યુવતીની ઓળખ ઝરના રૂપમાં થઈ હતી. આ લોકોના ઘરમાં જઈને કામ કરતી હતી. તેમના પતિ નંદા નાયકની સાથે સંબંધ સારો ન્હોતો. દંપતી વચ્ચે છાસવારે ઝઘડો થતો હતો.
ડુપ્પટાથી ગળે ટુંપો આપીને ઉતારી મોતને ઘાટ
મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે નંદા અને પત્ની ઝરનાની વચ્ચે અડધી રાત્રે વિવાદ થયો હતો. ત્યારબાદ આરોપીએ પત્નીને ડુપ્પટાથી ગળે ટુંપો આપીને હત્યા કરી હતી. અને લાશને બેડમાં મૂકીને ફરાર થયો હતો. મહિલાની લાશ લોહીથી લથપથ પથારીમાં પડી હતી. પોલીસે નંદાનો પીછો કરીને ગોવિંદપુરી પાર્કમાંથી દબોચી લીધો હતો.
એક મહિના પહેલા જ આવ્યો હતો જેલમાંથી બહાર
જણાવી દઈએ કે પત્નીને મારનાર નંદા નાયક પહેલાથી જ આરોપી છે. અને તેને વર્ષ 2017માં પોતાની જીજા અને પત્ની ઉપર ચપ્પાથી હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે તેને જેલમાં નાંખ્યો હતો. ગત મહિને જ તે જામીન ઉપર બહાર આવ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર