ઘોર કળિયુગ : માતાપિતાની ગેરહાજરીમાં 12 વર્ષના ભાઈએ 8 વર્ષની બહેન પર આચર્યું દુષ્કર્મ!

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓને મોતની સજા આપવામાં આવશે.

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓને મોતની સજા આપવામાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને છિન્નભિન્ન કરતો એક ગંભીર મામલો સામે આવ્યો છે. દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં 12 વર્ષના ભાઈએ તેની 8 વર્ષની સગી નાની બહેન પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.
  આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે પોલીસને એક સ્થાનિક હોસ્પિટલમાંથી જાણકારી મળી હતી કે એક બાળકીને દાખલ કરવામાં આવી છે. જેના ગુપ્તાંગોમાંથી ઘણું લોહી વહી રહ્યું છે. છોકરીએ એક કાઉન્સેલરને જણાવ્યું કે જ્યારે તેના મમ્મી-પપ્પા બહાર ગયા હતાં ત્યારે તેના મોટા ભાઇએ તેની સાથે જબરદસ્તી કરી. આ આરોપી સગીર ભાઇની ધરપકડ કરવામાં આવી છે.

  દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે બુધવારે પીડિતા સાથેની મુલાકાત કરી હતી. દિલ્હી મહિલા આયોગે આ અંગે નિવેદન આપતા કહ્યું કે, છોકરીના માતાપિતા ખૂબ ગરીબ છે. તેઓ રોજ મજૂરી કરીને પરિવારનું પેટ ભરે છે. તેમણે ઉમેર્યું હતું કહ્યું કે છોકરીનું ઓપરેશન કરવામાં આવ્યું હોઈ તેની હાલત હજી ગંભીર છે. અમે પીડિતા અને તેના પરિવારને દરેક પ્રકારની મદદ કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે.

  મહત્વનું છે કે રાજધાનીમાં બાળકીઓ સાથે દૂષ્કર્મની ઘટના વધતી જાય છે. દિલ્હી પોલીસના આંકડા જણાવે છે કે રાજધાનીમાં દરરોજ બેથી વધુ બાળકો બળાત્કારનો શિકાર બની રહ્યાં છે. ગત વર્ષે 30 એપ્રિલ સુધી બાળકો સાથે દૂષ્કર્મના 278 મામલા નોંધાયા હતા જ્યારે વર્ષ 2017માં દિલ્હીમાં ચાઇલ્ડ રેપના 894 કેસ નોંધાયા છે.

  12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓને મોતની સજા કેન્દ્ર સરકાર દ્વારા પોક્સો એક્ટમાં સુધારો કરીને જારી કરેલા નવા અધ્યાદેશ અનુસાર 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે દુષ્કર્મ કરનારાઓને મોતની સજા આપવામાં આવશે. 16 વર્ષથી ઓછી ઉંમરની કિશોરી સાથે રેપ કરનારને આપવામાં આવતી 10 વર્ષની સજા વધારીને 20 વર્ષ કરવામાં આવી હતી. દોષિતને આજીવન કેદ પણ થઈ શકે છે.
  Published by:Kaushal Pancholi
  First published: