મહેસાણાઃ જમીન મુદ્દે જૂથ અથડામણમાં એકનું મોત, બે ઘાયલ

મહેસાણાઃ મહેસાણાના દેદિયાસણમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક વ્યકતીનું મોત નીપજ્યું છે. જ્યારે ઘાયલ બે વ્યક્તિને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે.

મહેસાણાઃ મહેસાણાના દેદિયાસણમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક વ્યકતીનું મોત નીપજ્યું છે. જ્યારે ઘાયલ બે વ્યક્તિને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
મહેસાણાઃ મહેસાણાના દેદિયાસણમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક વ્યકતીનું મોત નીપજ્યું છે. જ્યારે ઘાયલ બે વ્યક્તિને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ દેદીયાસણ ગામે આજે સવારે બે જૂથ વચ્ચે જમીન મુદ્દે અથડામણ થઇ હતી. મૃતકના લાશનો કબજો મેળવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા નજીક આવેલ દેદીયાસણ ગામના દેવીપુજક વાસમાં રહેતા બે દેવીપુજક સમાજના જૂથો વચ્ચે જમીનના પ્લોટ મામલે જૂથ અથડામણ થઇ હતી. જેમાં દેવીપુજક લાલભાઈ સોમાભાઈની ઘટના સ્થળે જ હત્યા કરતા તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતકની પત્ની સહીત બે ને ઈજાઓ પહોચતા સિવિલમાં સારવાર અપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આજ રોડ પર સપ્તાહ પહેલા લૂંટના ઇરાદે ડબલ મર્ડર પણ થયું હતું. જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એક સપ્તાહમાં મહેસાણામાં ચારથી વધુ હત્યાના ગુના નોધાતાં લોકો હવે અસલામતી અનુભવી રહ્યા છે.
First published: