યાકૂબ મેમણને મળશે સજાએ મોત, સુપ્રીમે ફાંસી યથાવત રાખી, 30મીએ અપાશે ફાંસી

Parthesh Nair | News18
Updated: July 21, 2015, 4:51 PM IST
યાકૂબ મેમણને મળશે સજાએ મોત, સુપ્રીમે ફાંસી યથાવત રાખી, 30મીએ અપાશે ફાંસી
1993માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર યાકૂબ મેમણની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. હવે મેમણની ફાંસી નક્કી છે, એક અંદાજ મુજબ 30 જૂલાઇએ તેને ફાંસી થઇ શકે છે. અહીં નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટે યાકૂબની અરજી ફગાવી દીધી છે.

  • News18
  • Last Updated: July 21, 2015, 4:51 PM IST
  • Share this:
મુંબઇઃ 1993માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર યાકૂબ મેમણની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. હવે મેમણની ફાંસી નક્કી છે, એક અંદાજ મુજબ 30 જૂલાઇએ તેને ફાંસી થઇ શકે છે. અહીં નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટે યાકૂબની અરજી ફગાવી દીધી છે.

મુંબઇ વિસ્ફોટના આ કેસમાં 123 આરોપીઓ છે, જેમાં 12ને નિચલી કોર્ટે મોતની સજા ફરમાવી છે અને 20 શખ્સોને આજીવન કેદની સજા ફરમાવી છે. જેમાં 2 આરોપીઓના મોત થઇ ચૂક્યા છે અને હાલમાં તેમના વારસદાર કેસ લડી રહ્યાં છે. આ ઉપરાંત 68 શખ્સોને આજીવન કેદથી પણ ઓછી સજા ફરમાવામાં આવી છે. જ્યારે 23 લોકોને નિર્દોષ છોડી મૂકયા છે.

જોકે મુંબઇ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહીમ હજુ સુધી પકડાયો નથી. વર્ષ 2006માં મુંબઈની કોર્ટે પોતાનો ચૂકાદો આપતાં જે આરોપીઓને દોષી માન્યા હતાં. જેમાં યાકૂબ મેમણ, યુસુફ મેમણ, ઇર્સા મેમણ અને રૂબિના મેમણ સહિત ચાર સભ્યો એક જ પરિવારના હતા. આ તમામને કાવતરૂ અને આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કોર્ટે દોષી માન્યા છે. આ તમામ દોષિત ટાઇગર મેમણના સંબધી હતા. ટાઇગર મેમણ મુંબઇમાં હોટલ ચલાવતો હતો અને એ દાઉદનો ખાસ માણસ છે.
First published: July 21, 2015, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading