બહેરી-મૂંગી કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, આરોપીઓએ બનાવ્યો વીડિયો

પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણ વ્યક્તિઓએ કિશોરી પર બળત્કાર ગુજાર્યો હતો, એટલું જ નહીં ત્રણેય આરોપીઓએ આ અંગેનો વીડિયો પણ બનાવ્યો હતો.

News18 Gujarati
Updated: May 27, 2019, 12:13 PM IST
બહેરી-મૂંગી કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, આરોપીઓએ બનાવ્યો વીડિયો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 27, 2019, 12:13 PM IST
રામપુર : ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત શરમજનક બનાવ સામે આવ્યો છે. આ બનાવ 23મી મેના રોજ બન્યો હતો. રામપુર જિલ્લામાં 17 વર્ષની એક બહેરી અને મૂંગી કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણ વ્યક્તિઓએ કિશોરી પર બળત્કાર ગુજાર્યો હતો, એટલું જ નહીં ત્રણેય આરોપીઓએ આ અંગેનો વીડિયો પણ બનાવ્યો હતો.

આ બનાવ ગત 23મી મેના રોજ બન્યો હતો. આરોપીઓ કિશોરીના ગામના જ હોવાનું માલુમ પડ્યું છે. આરોપીઓએ આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધા બાદ આ મામલો લોકોનાં ધ્યાનમાં આવ્યો હતો.

પોલીસે આ મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે એક વ્યક્તિ હાલ ફરાર છે. પોલીસે કિશોરીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપી હતી.

પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કિશોરી બહેરી અને મૂંગી હોવાથી કોઈને પોતાની સાથે બનેલી ઘટના અંગે વર્ણન કરી શકી ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, પાપ છાપરે ચડીને પોકારે તેવી કહેવત પ્રમાણે નરાધમોએ સોશિયલ મીડિયા પર સામૂહિક દુષ્કર્મનો વીડિયો મૂકી દેતા આ મામલો ધ્યાનમાં આવ્યો હતો અને પોલીસ સુધી પહોંચ્યો હતો.
First published: May 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...