Home /News /crime /

Rajasthan: રાત્રે ઘરમાં એક સાથે હતા પતિ પત્ની અને મિત્ર, સવારે રેલવે ટ્રેક ઉપર મળી પતિની લાશ

Rajasthan: રાત્રે ઘરમાં એક સાથે હતા પતિ પત્ની અને મિત્ર, સવારે રેલવે ટ્રેક ઉપર મળી પતિની લાશ

પ્રતિકાત્મક તસવીર

Rajasthan Crime News: સસરાનો આરોપ છે કે, તેઓએ મળીને તેમના પુત્રની હત્યા કરી છે. બાદમાં મામલો આત્મહત્યા જેવો દેખાઇ તે માટે તેની લાશને રેલ્વે ટ્રેક પર ફેંકી દેવામાં આવી.

    જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં (ઈ) લગ્નના ત્રણ મહિનામાં જ એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં આ ઘટના આત્મહત્યા અને હત્યા વચ્ચે ફસાઈ છે. (Rajasthan crime news) આ મામલે યુવકના પિતાએ પુત્રવધૂ અને પુત્રના મિત્ર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. (suicide or murder case) સસરાનો આરોપ છે કે, પુત્રવધૂના પુત્રના મિત્ર સાથે સંબંધ હતા.

    સસરાનો આરોપ છે કે, તેઓએ મળીને તેમના પુત્રની હત્યા કરી છે. બાદમાં મામલો આત્મહત્યા જેવો દેખાઇ તે માટે તેની લાશને રેલ્વે ટ્રેક પર ફેંકી દેવામાં આવી. પ્રતાપનગર પોલીસ સ્ટેશનના અધિકારી ભજનલાલ હાલમાં કેસની તપાસ કરી રહ્યા છે. (dead body found on railway track)

    મળતી માહિતી મુજબ ટોંક જિલ્લાના દત્તાવાસના રહેવાસી હરજીરામે આ મામલે કેસ નોંધાવ્યો છે. હરજીરામે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમનો 30 વર્ષીય પુત્ર બોદુલાલ જયપુરમાં રહેતો હતો. તે ગોનેર રોડ પર મેઘના વિહાર કોલોનીમાં ભાડાની રૂમમાં રહેતો હતો. તે જયપુરમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. બોદુલાલના લગ્ન 3 મે, 2022ના રોજ દૌસાની રહેવાસી યુવતી સાથે થયા હતા. અને 28 જુલાઈના રોજ રેલવે ટ્રેક પરથી લાશ મળી આવી હતી.

    હરજીરામનું કહેવું છે કે 27 જુલાઈના રોજ તેમની પુત્રવધૂ તેના પિયર જવાનું કહીને સાસરેથી નીકળી હતી. બોદુરામના પિતા હરજીરામનો આરોપ છે કે તેમની પુત્રવધૂ પિયર જવાને બદલે જયપુરમાં તેમના પતિ બોદુરામના રૂમ પર પહોંચી હતી. બીજા દિવસે તેણે ફોન કરીને કહ્યું કે બોદુરામનો સંપર્ક નથી થઈ રહ્યો. તે રૂમ પર નથી. બાદ 28 જુલાઈના રોજ સીતાપુરા વિસ્તારમાં બોદુલાલનો મૃતદેહ રેલવે ટ્રેક પર પડ્યો હતો.

    આ પણ વાંચોઃ-પ્રેમીએ પ્રેમિકાને બર્થ-ડે પર બોલાવી, કેક કાપવાની છરીથી જ પ્રેમીકાનું ગળુ કાપી નાખ્યુું, કારણ ચોંકાવનારૂ


    પુત્રવધૂએ કહ્યું કે પતિ મિત્ર સાથે હતો


    બોદુરામના પિતાનો આરોપ છે કે પુત્રવધૂએ કહ્યું કે બસમાં દૌસા જતી વખતે બોદુલાલનો ફોન આવ્યો હતો. તેથી તે તેની પાસે ગઈ. ત્યાં બોદુરામ સાથે રૂમમાં રાત રોકાઈ. તે સમયે બોદુલાલનો મિત્ર ધરમસિંહ પણ ત્યાં હતો. તેની પુત્રવધૂ કહે છે કે તે જમીન પર સૂતી હતી. જ્યારે પતિ અને તેનો મિત્ર પલંગ પર સૂતા હતા.

    આ પણ વાંચોઃ-રક્ષાબંધનના બે દિવસમાં જ હચમચાવતી ઘટના, પાંચ ભાઈઓએ ભેગા થઈ બહેન અને તેના પ્રેમીની કરી હત્યા


    મિત્રએ કહ્યું કે તે બહાર સુતો હતો


    બીજી તરફ ધરમ ​​સિંહે જણાવ્યું કે તે રાત્રે તે મિત્ર બોદુલાલ સાથે હતો. રાતે તેના રૂમમાં રોકાયા. પરંતુ બોદુલાલ અને તેની પત્ની રૂમમાં સુઈ ગયા હતા. જ્યારે તેણે અલગ સૂઈને રાત વિતાવી હતી. પુત્રવધૂ અને ધરમસિંહના જુદા જુદા નિવેદનોને કારણે બોદુલાલના પિતાને શંકા ગઈ. આથી તેણે બંને સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. જો કે પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Crime in Rajasthan, Crime news, Murder case, Suicide case

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन